59 વર્ષની ઉંમરે માણસ વૃદ્ધત્વનું વિચારવાનું શરૂ કરી દેતો હોય, સરકારી નોકરીમાં રહેલો વ્યક્તિ નિવૃતિનું વિચારવા માંડે, પણ કાનજીભાઇ ભાલાળાને મળીએ તો લાગે નહીં કે આ વ્યક્તિ ક્યારેય સિનિયર સિટીઝન બનશે નહીં, વિચારોથી નવયુવાનોને ય શરમાવે અને કાર્યોથી યોદ્ધા જેવા કાનજીભાઇને આમ તો સુરતમાં વિકસેલા સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિના પ્રણેતા કહેવાય, તેમણે વધુ એક એવું કર્મ કર્યું છે જેનાથી સમાજના વિશાળ વર્ગને પ્રેરણા મળશે એ મીનમેખ છે. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ રચનાત્મક, પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે જરૂર છે મક્કમ મનોબળની. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ કાર્યની શરૂઆત કરી શકે છે.
ઉંમર માત્ર આંકડો છે, કાનજીભાઈ 59 વર્ષે પણ પોલિટીકલ સાયન્સમાં સુરત અને સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિકારી આગેવાન ગણાતા અને હાલમાં વરાછા કો-ઓપરેટિવ બેન્ક ના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા એ 59 વર્ષની ઉંમરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ઇન પોલિટિકલ સાયન્સ, બે વર્ષની ડીગ્રી સફળતાપૂર્વક હાસલ કરી છે.
પોલિટીકલ સાયન્સની ડિગ્રી ફક્ત નોલેજ ગેઇન કરવા માટે હાંસલ કરી છે, હું ક્યારેય રાજકારણમાં જોડાવાનો નથી, કાનજીભાઇની ચોખ્ખીચટ વાત
ગતરોજ તા.27મી ઓગસ્ટ 2019ની સાંજે વીર નર્મદ યુનિવર્સિટી એ જાહેર કરેલા એમએ. ઇન પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમના પરિણામમાં કાનજીભાઈ ભાલાળાએ સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમ સાથે આ ડિગ્રી મેળવી છે, આ સાથે જ કાનજીભાઈ ભાલાળા એ સમગ્ર સમાજને પ્રતીતિ કરાવી છે કે ઉંમર એ માત્ર ગણતરીનો આંક છે વ્યક્તિ ધારે તો કોઈ પણ ઉંમરે કોઈપણ રચનાત્મક અને પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે.
કાનજીભાઈ ભાલાળા એ કહ્યું હતું કે ત્રણ કારણથી તેઓ 58 વર્ષની ઉંમરે ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ શૈક્ષણિક સંસ્થા તેમજ બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને નિયમિત રીતે જાહેર સમારંભોમાં તેમણે મોટીવેશનલ વક્તવ્ય આપવા પડે છે. જ્યારે હું જાહેર મંચ પરથી કંઈક બોલતો હું ત્યારે મારી પાસે જ્ઞાનનું ભાથું હોવું જરૂરી છે. નોલેજ બેઝ વગર આટલા વર્ષો સુધી ટકી રહેવું શક્ય હોતું નથી. સતત નોલેજ અપગ્રેડેશન જરૂરી છે અને એ મારા રસનો વિષય છે.
તદુપરાંત સિનિયર સિટીઝન્સ સંગઠનોમાં અવાર-નવાર વક્તવ્ય આપવા જવાનું થતું હોવાથી એમ.એ. પોલિટિકલ સાયન્સ અભ્યાસમાં જોડાવવાનું નક્કી કર્યું હતો. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે એમની પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમ બિલકુલ એક્સટર્નલ ચાલી રહ્યો છે, યુનિવર્સિટીમાં ફક્ત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી સેલ્ફ પ્રિપેરરેશન કરીને પરીક્ષા આપવાની હોય છે. 59 વર્ષની ઉંમરે પરીક્ષા ની તૈયારી કેવી કરી? એવા પ્રશ્નના જવાબમાં કાનજીભાઈ ભલા એ કહ્યું કે નિયમિત રીતે ન્યૂઝપેપર સામયિકો નું વાંચન તેમજ પર્યાપ્ત વાંચન સામગ્રી ના અભાવમાં youtube ઉપરથી વિડીયો ટ્યુટોરિયલ્સ જોઈને તૈયારી કરી હતી
મારા નામની પાછળ મારી 100 વર્ષની માં (M.A.) નું નામ ઉમેરાયું એ વાતની ખુશી અનેરી છે : કાનજીભાઇ ભાલાળા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.