છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતનું રાજકારણ ગરમ ચાલી રહ્યું છે. ખોડલધામ ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશ પટેલના રાજકારણમાં જોડવા અંગેની હલચલ ખુબ તેજ બની ગઈ છે અને થોડા દિવસો અગાઉજ નરેશ પટેલ દ્વારા દિલ્હી કોંગ્રેસ હાઈ-કમાન્ડ તેમજ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ થોડા દિવસ પેહલા પણ ગોંડલ સ્થિત સમાજની મીટીંગ તેઓ પોતાનો નિર્ણય માર્ચ મહિનાના અંત સુધીમાં જાહેર કરશે એવું કહ્યું હતું.
નરેશ પટેલે કહ્યું હતું કે હા! સમાજ કહેશે તો હું જરૂર રાજકારણમાં જોડાઈશ. માર્ચ મહિનાના અંત સુધીમાં જાહેર પણ કરીશ, કે હું કંઈ પાર્ટી સાથે જોડાવાનો છું. કહેવાય છે કે રાજકારણમાં પ્રવેશ કરવો હોય તો શરૂઆત ઘરેથી કરવી પડે, એક સમયે ખુદ તેમનાં પત્ની શાલિનીબેન જ રાજકારણમાં તો નહીં જ એવું નરેશ પટેલને કહ્યું હતું.
પણ હવે તેમના પત્નીએ જણાવ્યું છે કે, રાજકારણમાં જરૂર જોવું જોઈએ હું જ સપોર્ટ કરું છું અને સમાજ પણ હા જ પાડશે. નરેશ પટેલ જે પક્ષમાં જશે તે પક્ષને, પાછું વાળીને ક્યારેય નહીં જવું પડે સારા માણસની આજના રાજકારણમાં જરૂર છે. એટલે તેમણે રાજકારણમાં જવું જોઈએ સમાજ માટે જવું જોઈએ.
નરેશભાઈ પટેલની પત્નીના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે, આવનારા દિવસોમાં નરેશ પટેલ કોઈપણ પક્ષ અથવા પાર્ટી સાથે જોડાઈ શકે છે અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી પદના દાવેદાર પણ જાહેર થઈ શકે છે.
તેમના પત્ની જણાવી રહ્યા છે કે નરેશ પટેલને રાજકારણમાં જવાની ઈચ્છા ઘણા બધા વર્ષોથી હતી. પરંતુ અમે પરિવારના સભ્યો ના પાડી રહ્યા હતા, પણ હવે તેમણે ઘણી બધી જવાબદારીઓ નિભાવી લીધી છે. તેમણે મને અને મારી લાઈફને પણ ખૂબ માન સન્માન આપ્યું છે અને હવે તેમણે રાજકારણમાં જોડાઈ જવું જોઈએ.
તેઓ કયા પક્ષ પાર્ટી સાથે જોડાશે તે બાબતે વાતચીત કરતા નરેશ પટેલના પત્ની જણાવી રહ્યા છે કે, રાજકારણમાં સારા માણસની જરૂર છે એટલે તેમને જવું જોઈએ. તમારા બધા માટે ખૂબ કામ કરી લીધું અને હવે તે કયા પક્ષમાં જોડાશે તે તેઓ નક્કી કરશે. તે બાબતે મને વધારે ખબર નથી વળી ઘરમાં પોલિટિક્સ થઈ જશે.
નરેશ પટેલનો જન્મ ૧૧ જુલાઈ 1965ના રોજ થયો હતો,૬ ભાઈઓ તથા બહેનોમાં નરેશ પટેલ સૌથી નાના છે. તેઓ નેશનલ લેવલે બાસ્કેટબોલ પણ રમી ચુક્યા છે અને હાલ પટેલ બ્રાસના મેનેજીંગ ડીરેક્ટર છે.
નરેશ પટેલ પાકા શિવભક્ત છે. તેમણે પોતાના સંતાનનું નામ પણ શિવજીનું સ્વરૂપ પરથી રાખેલા છે, જેમાં બે દીકરી શિવાંગી, સોહમ, અને દીકરો શિવરાજ. તો ઘરનું નામ શિવાલય છે, અને વાડીનું નામ શીવોત્રી છે. નરેશ પટેલ શ્રાવણ મહિનામાં કોઈપણ પ્રકારનો પ્રવાસ કરતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.