રશિયાનું સૌથી મોટું રહસ્ય! હવામાં ઉડતા વિશાળ વિમાનોને પણ અંદર સમાવી લે છે આ કુવો!

યુક્રેન(Ukraine)માં રશિયન(Russian) સેનાના હુમલા ચાલુ છે અને આ યુદ્ધને લગભગ એક મહિનો વીતી ગયો છે. રશિયા તેની ગુપ્તચર એજન્સીઓના કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે અને ત્યાં કેટલીક એવી જગ્યાઓ છે જેનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આવી જ એક જગ્યા પૂર્વ રશિયા(East Russia)ના સાઇબિરીયા વિસ્તારમાં છે, જેને ખાણોનું શહેર કહેવામાં આવે છે. આ શહેરનું નામ છે મિર્ની જે દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે.

વિમાનને પોતાની નજીક ખેંચવાની તાકાત: 
મળતી માહિતી અનુસાર મિર્ની શહેર એક ખૂબ જ મોટી હીરાની ખાણની આસપાસ બનેલું છે. આ ખાણ 1772 ફૂટથી પણ વધુ ઊંડી છે. જેનો વ્યાસ લગભગ 4 હજાર ફૂટ છે. તે વિશ્વની સૌથી મોટી ખાણોમાંની એક છે અને તેમાં ઘણા રહસ્યમય હીરા હોવાનું માનવામાં આવે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હીરાની ખાણનો આ ખાડો ઉપરથી પસાર થતી કોઈપણ વસ્તુને ખેંચી શકે છે. ઉપરથી ઉડતા નાના વિમાનો અને હેલિકોપ્ટર પણ તેની અડફેટમાં આવી શકે છે.

મિર્ની શહેરની સ્થાપના 1955 ની આસપાસ કરવામાં આવી હતી, જ્યારે સોવિયેત યુનિયન બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોતાનું પુનર્નિર્માણ કરી રહ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ આખું શહેર થાંભલાઓની ટોચ પર બનેલું છે અને અહીં રહેતી મોટાભાગની વસ્તી અલરોસા નામની કંપની માટે કામ કરે છે. આ શહેરની મોટાભાગની જમીન પરમાફાસ્ટથી ઢંકાયેલી છે અને ઉનાળા દરમિયાન અહીંની જમીન કાદવમાં ફેરવાઈ જાય છે. થાંભલાઓની ટોચ પર બાંધવામાં આવેલા મકાનો લોકોને કાદવ અને પાણીથી બચાવે છે.

આ વિસ્તાર ખૂબ જ ઠંડો રહે છે:
આ વિસ્તારમાં એટલી ઠંડી પડે છે કે વાહનોના ટાયર પણ ફાટી જાય છે અને તેલ જામી જાય છે. હીરાની શોધ દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું હતું કે, શિયાળામાં અહીંનું તાપમાન માઈનસ 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. વર્ષ 1957 દરમિયાન આ શહેરમાં હીરા મળી આવ્યા બાદ ખાણ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ અહીંના હવામાનને કારણે આ કામ ખૂબ જ મુશ્કેલ હતું. આ કારણોસર ખાણ ઘણી વખત બંધ પણ કરવામાં આવી છે.

1960 થી કાર્યરત થયા બાદ ખાણમાંથી ઘણા કિંમતી હીરા કાઢવામાં આવ્યા છે. આ ખાણમાંથી 342-કેરેટનો પીળો હીરો પણ મળી આવ્યો હતો. મળી આવેલ હીરો દેશનો સૌથી મોટો હીરો હતો. પરંતુ વર્ષ 2004માં અચાનક આ ખાણ બંધ કરી દેવામાં આવી હતી. આનું કારણ આપતા અધિકારીઓએ કહ્યું હતું કે અહીં ખોદકામ શક્ય નથી અને તેના રહસ્યો ખોલવા પણ મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *