આવનારા દિવસોમાં ગુજરાત ભાજપને ધોળે દિવસે તારા દેખાડશે આ બે ધુરંધરો

ગુજરાતનું રાજકારણ છેલ્લા ઘણા દિવસોથી ગરમ ચાલી રહ્યું છે. ખોડલધામ ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશ પટેલના (Naresh Patel) રાજકારણમાં જોડવા અંગેની હલચલ ખુબ તેજ બની ગઈ છે અને થોડા દિવસો અગાઉ જ નરેશ પટેલ દ્વારા દિલ્હી કોંગ્રેસ હાઈ-કમાન્ડ સાથે મુલાકાત કરી હતી. તેમજ થોડા દિવસ પેહલા પણ ગોંડલ સ્થિત સમાજની મીટીંગ તેઓ પોતાનો નિર્ણય માર્ચ મહિનાના અંત સુધીમાં જાહેર કરશે એવું કહ્યું હતું. બીજી તરફ 2015માં વિસનગર તોફાનોના કેસમાં 2 વર્ષની સજા થઈ હતી, પણ હવે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે(Hardik Patel) વિધાનસભાની ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે. આ માટે તેણે  કાનૂની પગલું ભર્યું છે. અને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ હજુ એક ઘટસ્ફોટ આ મહિનાના અંત સુધીમાં કરશે, જેનાથી ભાજપ તથા અન્ય પક્ષોને ધોળા દિવસે તારા દેખાશે તે સ્પષ્ટ છે. જણાવી દઈએ તમને કે, રાજકીય જગતના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના તારણહાર બનશે. હાલ જ્યારે ભાજપ ઉત્તરપ્રદેશની વિધાનસભા જીતીને સરકાર બનાવી ચુકી છે. ત્યારે વધારે પડતા આત્મવિશ્વાસ માં રેહવું તે સી આર પાટીલ અને ભાજપના દિલ્હી હાઈકમાન્ડ ને ખુબજ ભારે પડશે. ગુજરાત વિધાનસભાની ચુંટણી પેહલા જ ભાજપ માટે દિલ્હીથી માઠા સમાચાર આવ્યા છે. પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે પૈસા કે પદ વિના કામ કરવા તૈયાર છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર આવનારી 2022ની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની ભૂમિકાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેથી રાજકીય વિશેશ્લ્કો,અન્ય પક્ષ, અને પાર્ટીના નેતાઓ, અને કાર્યકર્તાઓ સૌં કોઈ આ મુદ્દે ખુબજ ગંભીર થઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ત્યારે હાલ દિલ્હીથી આવેલા સમાચારે ગુજરાતની રાજકીય નગરીમાં તડફડાટ મચાવી દીધો છે. થોડા દિવસો પેહલા પણ નરેશ પટેલના રાજકારણ પ્રવેશ અંગે ગુજરાતના તમામ પક્ષ, અને પાર્ટીઓ, દ્વારા તેમને પોતાના પક્ષમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપી દીધું હતું. ત્યારે એ બાબતે પણ સૌં કોઈ હજુ અવઢવમાં છે. ત્યારે એક વધારે ઝાટકો ગુજરાતના રાજકારણમાં આવ્યો છે.

ગુજરાતમાં હવે જ્યારે ધીરે ધીરે ચુંટણીના પડઘમ વાગવા લાગ્યા છે, તેવી રીતે ધીરે ધીરે રાજકારણમાં ગરમાટો પણ પેદા થઇ રહ્યો છે. જણાવી દઈએ તમને કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં પ્રશાંત કિશોર બની શકે છે ગુજરાત કોંગ્રેસના રણનીતિકાર. પ્રશાંત કિશોર(Prashant Kishore) શુક્રવારે રાહુલ ગાંધી(Rahul Gandhi) અને પ્રિયંકાગાંધી વાડ્રાને (Priyanka Gandhi Wadra) મળ્યા હતા. આ બંધબારણે થયેલી ચર્ચા વિચારણાની ખરાઈ બંને નેતાઓ દ્વારા કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું સત્તાવાર કે વિગતવાર નિવેદન હજુ સુધી નથી આવ્યુ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress)પાર્ટીનાં પ્રચાર પર કામ કરવા માટે રાહુલ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત થઈ હોવાનું માનવામાં આવે છે. ગુરુવારે પ્રશાંત કિશોર રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા.અને ખુબ લાંબી ચર્ચાઓ કરવામાં આવી હતી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસ નેતૃત્વ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત થઇ હતી. પરંતુ માફક ના રેહતા  બાદમાં બંને અલગ થઈ ગયા હતા. અને પ્રશાંતની કોંગ્રેસ સાથે કામ કરવાની શક્યતાઓ ઓછી હતી. ત્યારે કોંગ્રેસે પછી પ્રશાંત કિશોરના ભૂતપૂર્વ સહાયક સુનીલ કાનુગોલુ સાથે તેના ચૂંટણી પ્રચાર માટે કરાર કર્યો, જ્યારે પ્રશાંત કિશોરે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ માટે વ્યૂહરચના ઘડવાનું શરૂ કર્યું. કાનુગોલુએ ગયા મહિને પાર્ટી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું,તો બીજી તરફ તો વળી પ્રશાંત કિશોરે મમતા બેનર્જીના ચૂંટણી અભિયાનોમાાં સાથ આપ્યો હતો.સિટીઝન્સ ફોર એકાઉન્ટેબલ ગવર્નન્સ (CAG) સંસ્થાના ભાગરૂપે 2014માં નરેન્દ્ર મોદીના અભિયાનમાં બંનેએ સાથે કામ કર્યું હતું. તે પછી કિશોર તેનો રસ્તો લીધો, જ્યારે કાનુગોલુએ ભારતીય જનતા પાર્ટી સાથે પુનઃ કામ કરવાનું ચાલુ રાખ્યું, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ 2017ની ઉત્તર પ્રદેશની ચૂંટણી જીતી.

બીજી તરફ જો પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી થાય તો નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી હોવાનું મનાઇ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત બહાર નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની બેઠક થઇ ગઈ છે. નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની એક શરત છે. પ્રશાંત કિશોરને કેમ્પેઇનિંગ સોંપવામાં આવે તેવી શરત મૂકી છે. જેને લઇને હવે પ્રશાંત કિશોરની એન્ટ્રી લગભગ નક્કી હોવાનું મનાઇ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે બેઠક થઇ હતી. જે બેઠકમાં પ્રશાંત કિશોર મુદ્દે વાત થઇ છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની એક સાથે કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી છે. તો બીજી તરફ કોંગ્રેસના પણ કેટલાય નેતા એવા છે, જે ઈચ્છે છે કે, ગુજરાતમાં પાર્ટીના ચૂંટણી અભિયાન પ્રશાંત કિશોરની આગેવાનીમાં આગળ વધે. પણ માનવામાં આવી રહ્યુ છે કે, આ તમામ બાબતો પર રાહુલ ગાંધીનો નિર્ણય અંતિમ નિર્ણય હશે.

ગુજરાતમાં હાલ ચુંટણીનો માહોલ છે ત્યારે ગુજરાતની જવાબદારી પ્રશાંત કિશોરને મળે તેવી શક્યતા. ત્યારે હાલ ગુજરાતીઓ,રાજકીય વિશેશ્લ્કો,મીડિયા, રાજકીય વર્તુળો અને ત્યાં સુધી કે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના મનમાં ઘણા બધા સવાલો પેદા થાય છે. જેમ કે પ્રશાંત કિશોરને ગુજરાતમાંજ આટલો બધો રસ કેમ? ભાજપના ગઢના કાંગરા ખેરવવામાં PK આતુર કેમ? શું આ ભાજપના ગઢમાં કોંગ્રેસનો માસ્ટરસ્ટોક? ભાજપ અને આપણા દિગ્ગજ નેતાઓ સામે “કિશોર” રણનીતિકાર? શું કોંગ્રેસના રણનીતિકાર બનશે પ્રશાંત કિશોર? શું કોંગ્રેસને મળશે પ્રશાંત કિશોરનું માર્ગદર્શન? ત્યારે હવે પ્રશાંત કિશોરની ગુજરાત કોંગ્રેસના કેમ્પઇનિંગમાં એન્ટ્રીને લઇ પ્રશ્નાર્થ સર્જાઇ રહ્યા છે. તો આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જગદીશ ઠાકોર ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે.

ગત વર્ષે પ્રશાંત કિશોરે સોનિયા ગાંધી, રાહુલ ગાઁધી અને પ્રિયંકા ગાંધી સાથે કેટલીય વખત વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીના ઘરે પીકે જતાં હોય તેવી તસ્વીરો પર આવી હતી.કોંગ્રેસમાં બેઠકોનો દોર જામ્યો છે. દિલ્હી કોંગ્રેસના નેતાઓ પ્રશાંત કિશોર અંગે કઇ બોલવા તૈયાર નથી.રાહુલ ગાંધીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ પર મામલો છોડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *