ત્રણ જ દિવસમાં 500 કરોડની કમાણી કરશે રાજમૌલીની ‘RRR’ – વિશ્વભરમાં થઇ રહી છે વાહવાહી

આ સમયે ફિલ્મ ચાહકોને બોક્સ ઓફિસ પર એકથી એક શ્રેષ્ઠ ફિલ્મ મળી રહી છે. ધ કાશ્મીર ફાઈલ્સ(The Kashmir Files) ત્રણ અઠવાડિયા પહેલા રિલીઝ થઈ હતી. અને હવે એસ.એસ. રાજામૌલી(S.S. Rajamouli)ની ફિલ્મ RRR બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી રહી છે. સિનેમા જગતમાં એસ.એસ. રાજામૌલીનું નામ જ કાફી છે. પરંતુ તેની ફિલ્મ RRR દરેકની અપેક્ષા કરતાં વધુ કમાણી કરતી જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ કે રિલીઝ થયાના ત્રીજા દિવસે ફિલ્મે કેટલું કલેક્શન કર્યું છે.

બોક્સ ઓફિસ પર RRRનો દબદબો:
મોટા પડદા પર ચાહકો દ્વારા રામ ચરણ અને જુનિયર એનટીઆરની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી છે. બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કર્યા બાદ RRR એ રવિવારે પણ સારો દેખાવ કર્યો છે. તરણ આદર્શના ટ્વિટ મુજબ રામ ચરણ અને જુનિયર. NTR સ્ટારર ફિલ્મે 31.50 કરોડનું કલેક્શન કર્યું છે.

કોવિડ 19 ના સમયગાળા દરમિયાન અત્યાર સુધી રિલીઝ થયેલી તમામ મોટી ફિલ્મોમાંથી RRR સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. તરણ આદર્શના ટ્વીટ પ્રમાણે સૂર્યવંશીએ રવિવારે રિલીઝના સમયે 26.94 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ, 83એ 17.41 કરોડ, ગંગુબાઈએ 15.30 કરોડ અને કાશ્મીર ફાઇલ્સે 15.10 કરોડ એકત્ર કર્યા. એટલે કે આ ફિલ્મોની સરખામણીમાં રાજામૌલીની ફિલ્મે રવિવારે સારી કમાણી કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

પ્રથમ અને બીજા દિવસની સરખામણીમાં વધારો: 
RRRની પ્રથમ અને બીજા દિવસની સ્પર્ધાના ત્રીજા દિવસની કમાણીમાં વધારો થયો છે. પ્રથમ સપ્તાહમાં જ, RRR બેન્ચમાર્ક સેટ કરવા માટે તૈયાર છે. આ ફિલ્મે ઓપનિંગ ડે પર 200 કરોડનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું. જયારે આ વલણને જાળવી રાખતા RRR પ્રથમ સપ્તાહના અંતે 500 કરોડનો બેન્ચમાર્ક સેટ કરવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *