અમેરિકા(America)ના પેન્સિલવેનિયા(Pennsylvania)માં હાઇવે પર સોમવારે થયેલા ભયાનક અકસ્માત(Accident)માં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં બરફના તોફાનના કારણે હાઈવે પર એક પછી એક 50 થી 60 વાહનો અથડાઈ ગયા. આ દર્દનાક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. તે જ સમયે, અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના પેન્સિલવેનિયા હાઈવેના શુઈલકિલ કાઉન્ટી(Schuylkill County) માં થઈ હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
આ ભયાનક અકસ્માતનો વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં એક પછી એક વાહનો અથડાતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે હિમવર્ષાને કારણે ડ્રાઈવરો પોતાનો કાબૂ ગુમાવી રહ્યા છે. કાર અથડાયા બાદ લોકો કારમાંથી બહાર નીકળી રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વિઝિબિલિટી લગભગ 0 હતી, જેના કારણે અકસ્માત એટલો ભયાનક હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શુલકિલ કન્ટ્રીમાં આ મહિનામાં આ બીજી મોટી દુર્ઘટના છે.
અકસ્માત દરમિયાન એક પછી એક એમ અંદાજે 50 થી 60 જેટલી ગાડીઓ એક બીજા સાથે અથડાઈ હતી અને આ અકસ્માતના લાઈવ દ્રશ્યો જોઇને સૌ કોઈ હચમચી જશે. ભારે હિમવર્ષાને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.