આવો જાણીએ ભારત થી દુર આવેલા એક બીજા ભારત વિશે..

ભારતની બહાર એવાં ઘણાં દેશો છે જ્યાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિ જોવા મળે છે. એમાનો જ એક દેશ છે સૂરીનામ. દક્ષિણ અમેરિકાના ટાપુપર ભારતીય મૂળના લોકો આશરે 200 વર્ષ પહેલા ગિરમિટિયા મજૂર તરીકે સૂરીનામ, ત્રિનિદાદ અને ટોબૈગો ગયા હતા. જ્યાં આજે આટલા વર્ષો પછી પણ ભારતીય પરંપરાઓ જોવા મળે છે.

1. સાઉથ અમેરિકામાં આવેલા સૂરીનામમાં દર વર્ષે 5 મી જૂને ઇન્ડિયન અરાઈવલ ડે એટલે કે ભારતીયોના પહોંચવાનો દિવસ મનાવવામાં આવે છે. 1975માં આ દેશને નેધરલેન્ડથી આઝાદી મળી. પારામારિબો સૂરીનામની રાજધાની છે.  સૂરીનામની કુલ વસ્તીમાં 37 ટકા ભારતીય અને 27.4 ટકા હિંદુઓ છે.

2. આમ તો અહીંની ઔપચારિક ભાષા ડચ છે પરંતુ ત્યાં તમને  ભોજપુરી કે કૈરીબિયન ભાષા સાંભળવા મળે તો કોઈ નવાઈ નથી.

3. કેટલાક લોકોને તો એવું લાગ્યું કે તેમને શ્રીરામ નામના ઘામમાં લઇ જવામાં આવી રહ્યાં છે.

4. સૂરીનામમાં સૌ પ્રથમ સૂરીનેન ઇન્ડિયન્સ રહેતા હતા. જેમના પરથી જ દેશનું નામ સૂરીનામ પડ્યું છે.

5. 1873માં જ્યારે ડચ સરકારે કોન્ટ્રેક્ટ મજૂરોની નિયુક્તિ માટે બ્રિટન સાથે કરાર કર્યાં ત્યારે ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો ત્યાં જઇને વસ્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *