પોલીસ (Police)નું કામ માત્ર દંડ(Fine) વસુલવાનું જ નથી, આ સિવાય પણ ઘણું છે. ઘણા પોલીસકર્મીઓ એવા પણ હોય છે જેઓને માત્ર દંડથી જ મતલબ હોય છે. પરંતુ ઘણા એવા પણ હોય છે જેઓ લોકોની તકલીફોને સમજીને તેમની મદદ પણ કરતા હોય છે. આવુ જ કઈક દેવભુમી દ્વારકા(Dwarka) પોલીસે કર્યુ છે. જે ઘણા પોલીસ માટે પ્રેરણાદાયી છે.
હાલમાં ચાલી રહેલી ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં દ્વારકા ટાપુ બેટ ઉપર રહેતા વિદ્યાર્થીઓ ઓખા ખાતે સમયસર પરીક્ષા આપવા પહોચી શકે એ માટે ત્યાની પોલીસે ચિંતા દર્શાવી હતી અને ત્યાના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે સમયસર પહોચાડવા મરીન પોલીસની પેટ્રોલીંગ બોટનો સહારો લીધો હતો. આ બોટ દ્વારા વિધ્યાર્થીઓને ઓખા પહોચાડવામાં આવ્યા હતા. આ જ રીતે બોર્ડની પરીક્ષા દરમિયાન આ બોટનો ઉપયોગ વિદ્યાર્થીઓને લાવવા-મુકવા માટે શરુ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ અને પોલીસની એક સંયુક્ત બેઠક બોર્ડની પરિક્ષા શરૂ થતાં પહેલા યોજવામાં આવી હતી. આ બેઠક તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને યોજવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન એસપી સુનીલ જોષીને પ્રશ્ન થયો કે દેવભુમી દ્વારકાના બે ટાપુ આવેલા છે તેમાં કેટલા વિધ્યાર્થીઓ રહે છે અને તેઓ પરિક્ષા આપવા કેવી રીતે જશે?
View this post on Instagram
આમ તો, ટાપુ ઉપર રહેતા લોકો ઓખા આવવા જવા માટે ફેરી સર્વીસનો ઉપયોગ કરે છે, પરંતુ પોલીસને જાણકારી મળી હતી કે ફેરી સર્વીસના કોન્ટ્રાકટર અને સત્તા મંડળ વચ્ચે ભાવ વધારા મુદ્દે વાંધો પડયો અને આ કારણે ફેરી સર્વીસ ગમે તે સમયે હડતાલ પાડી શકે છે. જો પરિક્ષા દરમિયાન ફેરી સર્વીસ બંધ થઈ જાય તો વિધ્યાર્થીઓ ઓખા પરિક્ષા આપવા કેવી રીતો પહોંચી શકે તેની ચીંતા આ બેઠકમાં સુનીલ જોષીએ દર્શાવી હતી.
આ ટાપુ પર રહેતા કેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, અને તેઓનો પરીક્ષાનો સમય શું છે, તેની યાદી પોલીસે ત્યાના શિક્ષકોનો સંપર્ક કરીને બનાવી હતી. ત્યારબાદ એસપી જોશીએ પોતાના તાબામાં રહેલી મરીન પોલીસની પેટ્રોલીંગ બોટને સુચના આપી કે તેઓ નિશ્ચીત સમયે પેટ્રોલીંગ બોટમાં પરિક્ષા આપવા જતા વિધ્યાર્થીઓ અને પરિક્ષા કામગીરીમાં જોડાયેલા શિક્ષકોને ઓખા લાવવા લઈ જવાનું કામ કરશે.
બોર્ડની પરિક્ષા આપી રહેલા વિધ્યાર્થીઓને પહેલી વખત લાગ્યુ કે જે પોલીસનો ડર લાગતો હતો તે જ પોલીસ તેમની ચીંતા પણ કરે છે. જયારે વિધ્યાર્થીઓને ખબર પડી કે તેમના માટે પોલીસે પેટ્રોલીંગ બોટની વ્યવસ્થા કરી છે ત્યારે તેમના આનંદનો પાર ન્હોતો, આ અંગે જયારે એસપી સુનીલ જોષીને પુછવામાં આવ્યુ ત્યારે તેમણે જણાવ્યું કે, અમે જે કઈ પણ કરી રહ્યા છીએ તે અમારી ફરજનો જ એક ભાગ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.