ઉત્તર કાશ્મીર(North Kashmir)ના બારામુલ્લા(Baramulla) જિલ્લાના સોપોર(Sopore) શહેરમાં મંગળવારે સાંજે બુરખો પહેરેલા એક વ્યક્તિએ CRPFના બંકર પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો(Petrol bomb attack) કર્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. હુમલાખોરના CCTV સામે આવ્યા છે. તેના આધારે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને શોધખોળ તેજ કરી દીધી છે. પેટ્રોલ બોમ્બ ફેંકનાર વ્યક્તિ હજુ સુધી મળી નથી. મળતી માહિતી મુજબ મંગળવારે સાંજે સોપોરના મુખ્ય ચોકમાં બુરખો પહેરેલા એક વ્યક્તિએ CRPF બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. આ ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક બુરખો પહેરેલ વ્યક્તિને જોઈ શકાય છે. તે પોતાની બેગમાંથી પેટ્રોલ બોમ્બ કાઢીને CRPF બંકર પર ફેંકી દે છે અને ત્યાંથી ભાગી જાય છે. ત્યાં હાજર સૈનિકોએ પાણી નાખીને બંકરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.
View this post on Instagram
વિડિયો જોઈને હુમલાખોર પુરુષ હતો કે મહિલા તે જાણી શકાયું નથી. સીઆરપીએફના બંકર પર હુમલાના સમાચાર મળતા જ વિસ્તારમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું હતું.
સુરક્ષા દળોએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાની પુષ્ટિ કરતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ પહેલા આતંકવાદીઓએ બુધવારે સાંજે શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં CRPFના બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો. વિસ્ફોટમાં એક CRPF જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો હતો.
પોલીસે જણાવ્યું કે શહેરના રૈનાબારી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા વિસ્તારમાં CRPFની 82 બટાલિયનના બંકર પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. ગ્રેનેડ થોડા જ અંતરે વિસ્ફોટ થયો હતો, જેના કારણે નાકા પાર્ટીમાં તૈનાત બે જવાનોને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યારે હુમલાખોરોની શોધમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.