jioની અત્યાર સુધીની સૌથી મોટી ભેટ. જાણવા અહીં ક્લિક કરો. પછી કહેતા નહિ કે અમે રહી ગયા…

સમગ્ર ભારતને જીયોના રંગે રંગનાર મુકેશ અંબાણીની પોતાની કંપની રિલાયન્સ અને જિયો સપ્ટેમ્બરની શરૂઆતમાં જ પોતાના જિયો ગીગાફાઇબર બ્રોડબેન્ડ પ્રોજેકટથી તહેલકો મચાવવાની તૈયારીમાં છે. 5 સપ્ટેમ્બર 2019ના રોજ જિયો ગીગાફાઇબરના પ્લાનની જાહેરાત થવાની છે. જો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક બેઠકમાં તે સ્પષ્ટ થઇ ગયું કે જિયો ગીગાફાઇબરની શરૂઆતની કિંમત 700 રૂપિયા અને વધુમાં વધુ 10 હજાર રૂપિયા હશે. સાથે જ લૉન્ચિંગ પહેલા એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં બીટા યુઝર્સને મોટા ફાયદાની વાત કરવામાં આવી છે.

તમને ખબર જ હશે કે રિલાયન્સ જિયો પોતાના ગીગાફાઇબરની ટેસ્ટિંગ દેશના અનેક મોટા શહેરોમાં કરી ચુકી છે. કંપનીએ તેની ટેસ્ટિંગ માટે અનેક હજાર બીટા યુઝર્સ બનાવ્યા છે જે તેની ટેસ્ટિંગ કરી રહ્યાં છે. હવે રિપોર્ટ અનુસાર = દાવો કરવામાં આવ્યો છે કે લોકો જિયો ગીગાફાઇબરની પહેલાથી ટેસ્ટિંગ કરી રહ્યાં છે તેમને કંપની શરૂઆતના બે મહિના ફ્રી સર્વિસ મળશે.

અને હાલ જ એક રીપોર્ટ કહે છે કે, પ્રીવ્યૂ ઑફર અંતર્ગત જિયો ગીગાફાઇબર યુઝર્સે શરૂઆતના બે મહિના રૂપિયા નહી આપવા પડે. જણાવી દઇએ કે હાલ પ્રિવ્યુ ઑફર અંતર્ગત 2500 રૂપિયા સિક્યોરીટી તરીકે લેવામા આવી રહ્યાં છે જેમાં 1000 રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જ પણ સામેલ છે.

તમને જણાવી દઈએ કે જિઓ ગીગાફાઇબરની બીટા ટેસ્ટિંગ હાલમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા, જયપુર, હૈદરાબાદ, સુરત, વડોદરા, ચેન્નાઈ, નોઈડા, ગાઝિયાબાદ, ભુવનેશ્વર, વારાણસી, અલ્હાબાદ, બેંગલોર, આગ્રા, મેરઠ, લખનઉ, જમશેદપુર, હરિદ્વાર, ગયા, પટના, પોર્ટ બ્લેર અને પંજાબ જેવા શહેરોમાં કરવામાં આવી રહી છે.

પ્રીવ્યુ પ્રોગ્રામ અંતર્ગત 2500 રૂપિયા સિક્યોરિટી પ્લાનમાં સિંગલ બેન્ડ રાઉટર મળી રહ્યું છે અને તેમાં 50Mbpsની સ્પીડ મળી રહી છે. સાથે જ 4500 રૂપિયાના સિક્યોરિટી પ્લાનમાં ડ્યુઅલ બેન્ડ રાઉટર મળસે અને ઇન્ટરનેટની સ્પીડ 100Mbps હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *