એસએસ રાજામૌલી (SS Rajamouli)ની ફિલ્મ RRRએ થિયેટરો(Theaters)માં 1 અઠવાડિયું પૂર્ણ કર્યું છે. જયારે આ ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. રામ ચરણ (Ram Charan) જુનિયર એનટીઆર (Junior NTR)સ્ટારર આ ફિલ્મે બોક્સ ઓફિસ (Box office)પર ઘણા ધમાકેદાર રેકોર્ડ તોડ્યા છે.
માત્ર સાત દિવસમાં, ફિલ્મે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 700 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તેમજ ફિલ્મની રેસ હજુ પણ પુરી તાકાત સાથે ચાલી રહી છે. જયારે RRRએ તેના સાતમા દિવસે વિશ્વભરમાં રૂ. 50 કરોડથી વધુની કમાણી કરી છે અને રૂ. 700 કરોડને સ્પર્શી લીધો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, એસએસ રાજામૌલીની આ ફિલ્મ ટૂંક સમયમાં 700 કરોડનો આંકડો પાર કરી શકે છે. છઠ્ઠા દિવસે વિશ્વભરમાં લગભગ 672 કરોડની કમાણી કર્યા બાદ હવે રાજામૌલીની આ ફિલ્મે બાહુબલી ધ બિગનિંગનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. બાહુબલીએ કુલ 650 કરોડની કમાણી કરી હતી પરંતુ હવે RRR એ તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે તે 700 કરોડનો આંકડો પણ પાર કરી શકે છે.
તમને જણાવી દઈએ કે, RRR 550 કરોડની જંગી રકમથી બનેલી ફિલ્મ છે. તેથી, ફિલ્મને સુપરહિટની શ્રેણીમાં આવવા માટે 800-850 કરોડનો આંકડો પાર કરવો પડશે, જે ફિલ્મ માટે એક સરળ રસ્તો જણાય રહ્યો છે. RRR ને મૌખિક રીતે સૌથી મોટો ફાયદો થયો છે. દર્શકો ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે અને તેને મનોરંજક અને ભવ્ય ગણાવી રહ્યા છે. જેના કારણે અઠવાડિયાના દિવસોમાં પણ ફિલ્મની કમાણીમાં ખાસ ઘટાડો નથી થઈ રહ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.