આ શખ્સે 600થી વધુ શહીદોના નામ શરીર પર કંડારાવ્યા- દેશભક્તિ જોઇને રૂવાડા બેઠા થઇ જશે

શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે, મોટાભાગના લોકો તેમના ફોટાની સામે ફૂલ અથવા દીવા પ્રગટાવે છે. જો કે, એક વ્યક્તિ અલગ રીતે શહીદોને શ્રદ્ધાંજલિ(Tribute) આપવાનું ઝનૂન ધરાવે છે. હાપુડ(Hapud)માં રહેતા ઈન્ટિરિયર ડિઝાઈનર(Interior design) પંડિત અભિષેક ગૌતમે(Pandit  Abhishek Gautam) એક અનોખું કારનામું કર્યું છે. તેણે પોતાના શરીરમાં 600 થી વધુ શહીદોના નામ લખ્યા છે.

અભિષેકે પોતાના શરીર પર 631 શહીદોના નામનું ટેટૂ પડાવ્યું:
અભિષેક ગૌતમ હાલમાં બાધરિયાના રસુલપુરમાં ઈન્ટીરીયર ડીઝાઈનીંગનું કામ કરે છે. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેમના શરીર પર 631 શહીદોના નામના ટેટૂ છે. આ કરીને તેણે પોતાનું મોબાઈલ શહીદ સ્મારક બનાવ્યું છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, અભિષેકે જણાવ્યું છે કે કુલ 631 શહીદોમાંથી 559 નામ કારગીલના શહીદોના છે.

માત્ર નામો જ નહીં પણ ચિત્રો અને સ્મારકોના ટેટૂ પડાવ્યા:
પ્રાપ્ત માહિતી અનુસાર, તે માર્ચ 2021 થી સિવાનમાં રહે છે અને તેના શરીર પર શહીદોના નામ તેમજ તસવીર, ઈન્ડિયા ગેટ અને શહીદ સ્મારક દોરેલા છે. જ્યારે પણ લોકો તેના શરીરને જુએ છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.

આ સિદ્ધિ બાદ અભિષેકે આવું નિવેદન આપ્યું હતું:
અભિષેકે એમ પણ જણાવ્યું કે તે એકમા, છપરાના લાન્સ નાઈક અરુણ કુમાર સિંહના પરિવારને પણ મળ્યો છે, જેઓ તેમના શરીર પર કારગીલના શહીદોમાં સામેલ હતા. હવે તે ઈચ્છે છે કે એકમામાં અરુણ કુમાર સિંહની પ્રતિમા પણ બનાવવામાં આવે. આ માટે તે અથાક મહેનત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *