KGF-2 Vs Beast: 14 તારીખે એકબીજા સાથે ટકરાશે સાઉથની બે બિગબજેટ ફિલ્મો- તમે કઈ જોવા જશો?

KGF-2 & Beast, દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની (South Film Indsutries) સૌથી મોટી, અપેક્ષિત અને રાહ જોવાતી ફિલ્મો, થલપથી વિજયની (Vijay Thalapathy) બીસ્ટ અને યશ (Yash) સ્ટારર KGF ચેપ્ટર 2 બોક્સ ઓફિસ(Box Office) પર ટક્કર માટે તૈયાર છે.બંને સાઉથની(South) સૌથી મોટી એક્શન(Action) મૂવી છે. KGF-2 અને બીસ્ટ વચ્ચેની જોરદાર અથડામણની(War) બંને મોટી ફિલ્મો પર મોટી અસર હોવાનું કહેવાય છે, કારણ કે તે દક્ષિણની સૌથી વધુ રાહ જોવાતી બે ફિલ્મો છે. મૂવી લવર્સને આ એપ્રિલમાં(April) એન્ટરટેનમેન્ટનો ફૂલ ડોજ મળવાનો છે.

KGF-2 જ્યારથી યશની ફિલ્મ KGF-2ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે, ત્યારથી અભિનેતા થલપથી વિજયની આગામી ફિલ્મ બીસ્ટ(Beast) સાથે તેની ટક્કર અંગે સતત ગણગણાટ થઈ રહ્યો છે. અગાઉ એવા અહેવાલ હતા કે તમિલ સુપરસ્ટાર થલપથી વિજયની બીસ્ટ(Beast) અને કન્નડની સનસનાટીપૂર્ણ ફિલ્મ KGF-2 બોક્સ ઓફિસ પર ટકરાશે. જ્યારે ‘બીસ્ટ’ 13 એપ્રિલે(April) રિલીઝ થઈ રહી છે, KGF-2 14 એપ્રિલે આવી રહી છે. આ બંને ફિલ્મમાંથી કઈ પ્રથમ સ્થાન મેળવશે તે જોવા માટે રાહ જોવી પડશે.13 એપ્રિલે બીસ્ટ અને 14 એપ્રિલના રોજ KGF-2. પરંતુ, KGF-2 માટે એક દિવસનો ફાયદો થશે કારણ કે તે 13, બુધવારે રીલીઝ થઇ જશે.

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

KGF-2ની રિલીઝની રાહ ચાહકો 2 વર્ષથી જોઈ રહ્યા છે કારણ કે તે રોગચાળાને કારણે 2020 થી સતત સ્થગિત કરવામાં આવી હતી. બીજી બાજુ, બીસ્ટ ગયા વર્ષે ફ્લોર પર આવી હતી. ફિલ્મમાં અરેબિક કુથુ અને જોલીઓ જીમખાનાના બે ગીતો લોકપ્રિય બન્યા હોવાથી બીસ્ટ માટેનો ક્રેઝ અને પ્રતિસાદ ખૂબ જ મોટો છે.જ્યારે બીસ્ટ એક તમિલ મૂવી છે, ત્યારે KGF-2 એક અખિલ ભારતીય મૂવી છે, જે હિન્દી સહિત તમામ દક્ષિણ ભાષાઓમાં વિશ્વભરમાં રિલીઝ થશે.KGF-2 અને બીસ્ટ વચ્ચેની જોરદાર અથડામણની બંને મોટી ફિલ્મો પર ખુબ મોટી અસર પડશે.કારણ કે તે દક્ષિણની(South) સૌથી વધુ રાહ જોવાતી બે ફિલ્મો છે.

KGF-2 પ્રશાંત નીલ(Prashanth Neel)દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે, જેમાં તે  રોકી ભાઈની વાર્તા કહે છે, જે સુપ્રસિદ્ધ યોદ્ધા છે, જે સાચા વિજેતા તરીકે ઉભરી આવવા માટે તમામ અવરોધો સામે લડે છે. આ ઉપરાંત ફિલ્માં સંજય દત્ત(Sanjay Dutt) અને રવિના ટંડન(Raveena Tandon) મુખ્ય ભૂમિકામાં છે. એક રોમાંચક એક્શન સીનથી ભરપુર અને લાંબા સમય સુધી સિનેમાની સીટ સાથે દર્શકોને જોડી રાખનાર અને કમાણીમાં પણ અનેક રેકોર્ડ તોડનાર KGF-1 2018ની રિલીઝ બાદ તદન નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા અને 250 કરોડની કમાણી કરી હતી. આ વખતે  કાસ્ટમાં સંજય દત્ત અને રવિના ટંડનના ઉમેરા સાથે KGF-2 એ KGF-1 દ્વારા સેટ કરેલા રેકોર્ડને વટાવી જવાની અપેક્ષા છે.

થલપથી વિજયની (Vijay Thalapathy) ફિલ્મ બીસ્ટ(Beast) વિશે વાત કરીએ તો,નેલ્સન દિલીપકુમાર(Nelson Dilip Kumar) દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મમાં પૂજા હેગડે (Pooja Hegde) લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મે ચાહકો અને ફિલ્મ રસિકોમાં ભારે રસ જગાડ્યો છે. બીસ્ટ (Beast) 13 એપ્રિલે સિનેમાઘરોમાં ચમકશે.ફિલ્મના બે ગીતો જે અત્યાર સુધીમાં યુનિટ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે તે ગીતો ભારતભરમાં ખુબ વાયરલ થયા છે અને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.જેણે ફિલ્મ પાસેથી અપેક્ષાઓ પણ વધારી દીધી છે. બીસ્ટનું(Beast) ટ્રેલર પણ એક્શન સીનોથી ભરપુર છે, અંધાધુંધ ગોળીઓનો વરસાદ થલાપથી વિજય (Vijay Thalapathy)ના એક્શન સીન ફિલ્મ રસપ્રદ હશે તેનો સ્પષ્ટ સંકેત આપે છે.

KGF-2 નું ટ્રેલર 27 માર્ચે એક ભવ્ય કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લૉન્ચ વખતે, એક પત્રકારે યશને બીસ્ટ સાથેની અથડામણ વિશે પૂછ્યું હતું. યશના જવાબે ત્યાં હાજર  બધાના દિલ જીતી લીધા અને કહ્યું કે “તે ચૂંટણી નથી. તે સિનેમા છે. અને તે KGF-2 vs Beast નથી, પરંતુ KGF-2 અને Beast છે. તેમજ તેની સરખામણી કરવી અયોગ્ય છે. અમે સમગ્ર ભારતની ફિલ્મ બનાવી છે, તો વિજયે પણ Beast માટે ખુબ મેહનત કરી છે. તે મારા સિનિયર છે અને મને ખાતરી છે કે ચાહકો બંને ફિલ્મો જોશે. મને વિજય સર માટે ખૂબજ આદર છે અને હું બીસ્ટ જોવા માટે ઉત્સાહિત છું. મને ખાતરી છે કે વિજય થલપથીના ચાહકો ચોક્કસપણે KGF-2 ને પસંદ કરશે.

KGF-2, Beast બાદ પણ આ અપ્રિલ મહિનામાં ઘણીબધી રસપ્રદ, એક્શન, રોમાંચક અને ડ્રામાથી ભરપુર બીજી ઘણી બધી ફિલ્મો રીલીઝ થવાની છે. વિજય થલપથીની(Vijay Thalapathy) બીસ્ટ(Beast) 13 એપ્રિલે(April) સિનેમાઘરોમાં ચમકશે. એક દિવસ પછી, 14 એપ્રિલે, યશની(Yash) મોસ્ટ-અવેઇટેડ KGF-2 થિયેટરોમાં આવશે. ચાહકો બંને ફિલ્મો વચ્ચેની અથડામણ(War) વિશે ખૂબ જ ઉત્સાહિત છે અને થિયેટરોમાં બંને ફિલ્મો જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો બંને ફિલ્મો જોઈએ અને ભારતીય સિનેમાની ઉજવણી કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *