ભાઈ-બહેનના સબંધને કલંકિત કરતી ગુજરાતની ઘટના- ચોકલેટની લાલચ આપી બહેનને જ બનાવી હવસનો શિકાર

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર દુષ્કર્મ(Mischief)ના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવતા ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરા(Vadodara) શહેરના જવાહરનગર(Jawaharnagar) પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળકી પર તેના જ કુટુંબીજન દ્વારા દુષ્કર્મ ગુજારતા હાહાકાર મચી જવા પામ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવતીઓની સુરક્ષા સામે ઉઠી રહ્યા છે અનેક સવાલો:
વડોદરામાં અવારનવાર યુવતીઓ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓને પગલે દીકરીઓની સુરક્ષા પર અનેક સવાલ પેદા થઇ રહ્યા છે, ત્યારે શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22 વર્ષીય પિતરાઇ ભાઇએ જ પોતાની બહેન પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

પિતરાઇ ભાઇની પોલીસે કરી ધરપકડ:
આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર ગઈ રાત્રે 10 વાગ્યાની આજુબાજુ બહેનને તેના પિતરાઇ ભાઇએ ચાલ તને ચોકલેટ અપાવું. તેવું કહીને સગીર બહેનને અંધારામાં ઘર નજીક આવેલી ખુલ્લી જગ્યામાં લઇ ગયો અને પાર્ક કરેલા ટ્રેક્ટરની પાછળ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ બાળકીના માતા-પિતાને થતાં રાત્રે જ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધવવામાં  આવી હતી. પોલીસ દ્વારા આ ઘટના અંગે આરોપી પિતરાઇ ભાઇની ધરપકડ કરવામાં આવી છે.

દુષ્કર્મની ઘટનાએ મચાવ્યો ફફડાટ:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અવારનવાર દુષ્કર્મના કેસો સામે આવતા રહે છે. જેને કારણે ગુજરાતની દીકરીઓ અસલામત હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વડોદરાની આ ઘટનાએ ભાઈ બહેનના સબંધને લજવી નાખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *