સુરતની આ બ્રેઈનડેડ મહિલાની કિડની, લિવર, ચક્ષુઓના દાનથી પાંચ લોકોને મળશે નવજીવન

આજના આ ઘોર કળયુગમાં પણ માનવતા જીવંત છે. હાલમાં જ તેનું ઉદાહરણ આપતો કિસ્સો તાપી જીલ્લા (Tapi district)માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં…

આજના આ ઘોર કળયુગમાં પણ માનવતા જીવંત છે. હાલમાં જ તેનું ઉદાહરણ આપતો કિસ્સો તાપી જીલ્લા (Tapi district)માંથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં આદિવાસી સમાજના 40 વર્ષીય બ્રેઈનડેડ(Braindead) હીનાબેન રસીલભાઈ ચૌધરી (Hinaben Rasilbhai Chaudhary)ના પરિવારે તેમના કિડની(Kidney), લિવર(Liver), આંખો (Eyes)નું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. આ અંગદાનથી દક્ષિણ ગુજરાત (South Gujarat)માં ડોનેટ લાઈફ દ્વારા અત્યારસુધી 1001 અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા 1001 અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા હોય તેવી આ સૌપ્રથમ ઐતિહાસિક ઘટના છે.

ખેંચ અને બ્રેઈન સ્ટ્રોક થયો હતો:
પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષનાર હિનાબેન મૂળ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા જુનું ઢોડિયાવાડના રહેવાસી હતા. તેમના પતિનું નામ રસીલભાઈ છે. તેમને બે બાળકો પણ છે. મળતી માહિતી અનુસાર, ગત સોમવાર તા.11 એપ્રિલના રોજ ખેંચ અને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા પરિવારજનોએ તેઓને વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. ત્યારબાદ ત્યાના ડોક્ટરોએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કર્યો હતો. આ સંસ્થાએ હિનાબેનના પરિવારને અંગદાનનું મહત્વ તેમજ તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પછી તેમના પરિવારજનોની ઇચ્છાથી આ પુણ્યનું કામ કરવામાં આવ્યું હતું.

અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય: પરિવાર:
એક રીપોર્ટ મુજબ, હિનાબેનની પુત્રી ખુશી ઉ.વ.15, ધોરણ 10માં અભ્યાસ કરે છે, જયારે પુત્ર ધ્યેય ઉ.વ.13, ધોરણ-8માં અભ્યાસ કરે છે. પતિ રસીલભાઈ સુમુલ ડેરી સંચાલિત સુમુલ સખી ડેરી ફાર્મ ભાનાવાડી ખાતે એનિમલ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે. હિનાબેનના પતિ રસીલભાઈએ જણાવ્યું કે અમે આદિવાસી સમાજના છીએ. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે મારી પત્નીના અંગોનું દાન કરાવીને વધુને વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપો. આ કિસ્સો ખરેખર ઘણા લોકો માટે પ્રેરણાદાયી છે.

બંને કિડની અને લિવર કિરણ હોસ્પિટલને ફાળવાયા:
હિનાબેને દાન કરેલ અંગોનું તે જ હોસ્પીટલમાં એટલે કે કિરણ હોસ્પીટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 41 વર્ષીય વ્યક્તિમાં, બે કિડની પૈકી એક કિડની રહેવાસી 23 વર્ષીય યુવકમાં, જયારે બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 50 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. બંને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ 50 વર્ષીય અને 54 વર્ષીય મહિલામાં કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે. સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા 1001 અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા હોય તેવી આ સૌપ્રથમ ઐતિહાસિક ઘટના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *