રાજધાની કિવ (Kiev)થી લગભગ 50 માઇલ દૂર યુક્રેનિયન શહેર ઇવાન્કિવ(Ukrainian city Ivankev) એક મહિનાથી વધુ સમય સુધી રશિયન દળો (Russian forces)ના કબજામાં રહ્યા બાદ 30 માર્ચે શહેરને આઝાદ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર, યુક્રેન (Ukraine)માં યુવાન છોકરીઓ રશિયન સૈનિકો(Russian soldiers) દ્વારા કરવામાં આવતા દુષ્કર્મથી બચવા, “ઓછા આકર્ષક” દેખાવા માટે તેમના વાળ ટૂંકા કરે છે, એમ ડેપ્યુટી મેયર મેરીના બેસ્ચસ્તાના (Deputy Mayor Mary Beschastana)એ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કબજાના સમયગાળા દરમિયાન, મહિલાઓને તેમના વાળ કાપીને ભોંયરાઓમાંથી બહાર કાઢવામાં આવતી હતી જેથી રશિયન સૈનિકો તેમની સાથે દુર્વ્યવહાર કરી શકે. “છોકરીઓએ ઓછા આકર્ષક બનવા માટે તેમના વાળ ટૂંકા કરી નાખ્યા હતા, તેથી હવે તેમને હવે કોઈ જોતું નથી. એક રીપોર્ટ અનુસાર, તેણીએ એક ઘટના વર્ણવી જેમાં 15 અને 16 વર્ષની બે બહેનો પર નજીકના ગામમાં કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો.
બળાત્કારનો રીપોર્ટ:
ઇવાન્કિવ યુક્રેનનો એક જ એવું શહેર નથી કે જ્યાંથી રેપના અહેવાલો સામે આવ્યા છે. એક ઉદાહરણમાં, એક યુક્રેનિયન મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિને ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ રશિયન સૈનિકો દ્વારા તેણી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, જ્યારે તેનો ડરી ગયેલો ચાર વર્ષનો પુત્ર બાજુના રૂમમાં રડતો હતો. વધુમાં, યુક્રેનના સંસદસભ્ય લેસિયા વાસિલેન્કે દાવો કર્યો છે કે, રશિયન સૈનિકોએ 10 વર્ષથી ઓછી વયની છોકરીઓ પર બળાત્કાર કર્યો હતો.
રશિયા-યુક્રેન યુદ્ધ:
રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યું અને ત્યારથી તે દેશભરમાં હુમલાઓ કરી રહ્યું છે.
યુદ્ધમાં હજારો નાગરિકો અને સૈનિકોના મોત થયા છે, જ્યારે 40 લાખ લોકો વિસ્થાપિત થયા છે.
રશિયાએ યુક્રેનના પૂર્વીય ભાગો પર ધ્યાન કેન્દ્રિત કરવા રાજધાની કિવની આસપાસના વિસ્તારોમાંથી પીછેહઠ કરી છે. તેની પીછેહઠ પછી, તેણે બુકા અને બોરોદ્યાન્કા જેવા સ્થળોએ તબાહીના નિશાનો છોડ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.