“પુષ્પા” આજે દેશમાં કહી શકીએ કે માત્ર ને માત્ર ગણતરીના જ લોકો એવા હશે કે જે લોકો આ નામથી અજાણ હશે સાઉથ ફિલ્મ જગતના સુપર સ્ટાર અલ્લુ અર્જુને ફિલ્મરસિકો પર જે જાદુ ચલાવ્યો છે તે ફિલ્મ રીલીઝ થયાના ૬ મહિના ગયા હોવા છતાં ઓસરવાનું નામ નથી લેતો. પુષ્પા ફિલ્મના ગીત, તેના ડાઈલોગ લોકોને એવા મોઢે રહી ગયા છે કે ના પૂછો વાત બાળકોથી માંડીને વૃદ્ધ સુધી સૌં કોઈ પર પુષ્પાનો જાદુ છવાઈ ગયો છે.
હાલ ગઈ વિધાનસભાની ચુંટણીઓમાં (Assembly elections) પાંચ રાજ્યોમાં જ્યારે કોંગ્રેસ ખરાબ રીતે હારી ગઈ છે. અને કોંગ્રેસ (Congress) માટે કપરા દિવસો શરૂ થઇ ગયા છે. હાલ ઘણા બધા રાજ્યોમાંથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ધીરે ધીરે ભાજપ અને આપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ (High command) આ બાબતે ખુબજ ગંભીર છે.
કોંગ્રેસના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ફરી એકવાર કોંગ્રેસના નેતૃત્વ સામે પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. હાલમાં તો કોંગ્રેસ ખુબ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે.કોંગ્રેસની (Congress) હાર બાબતે અશોક ગેહલોતે કહ્યું કે હાર જીત તો થતી જ રહે છે અને આગળ પણ થતી રેહવાની ઉતાર-ચઢાવ આવતા રહે છે. કોંગ્રેસમાં હાલ સમિતિમાં ખુબ મોટા ફેરફાર આવી રહ્યા હોવાની માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.
પાંચ રાજ્યોમાં હાર્યા બાદ કોંગ્રેસની સ્થિતિ કથળી છે ત્યારે એક મહિલાએ રાહુલ ગાંધી અને તેમના વિચારો દેશમાટે જરૂરી ગણાવ્યા છે અને તેમણે પોતાની તમામ સંપતી રાહુલ ગાંધીના નામે કરી દીધી છે. મહિલાએ 50 લાખની સંપતી અને 10 તોલા સોનાનો સમાવેશ થાય છે. એક મહિલાએ પોતાની સંપતી દેશનું સારું વિચારી રહેલા યુવાનના નામે કરી દીધી હતી.
Pushpa Munjiyal a 78 yrs old woman from Dehradun has donated all her wealth to Rahul Gandhi ❤️
She said India needs Rahul Gandhi !!
God bless her ❣️ pic.twitter.com/Dpe5jPzp9i— Surbhi✨ (@SurrbhiM) April 4, 2022
ઉત્તરાખંડના દેહરાદુનની એક 78 વર્ષીય પુષ્પા મુન્જિયાલે પોતાની તમામ પ્રોપર્ટીના માલિક રાહુલ ગાંધીને બનાવી દીધા છે. તેમણે માલિકીનો હક રાહુલ ગાંધીના નામે કરતા દહેરાદૂન કોર્ટમાં વસિયત રજૂ કરી છે. પુષ્પા મુન્જિયાલ કહી રહ્યા છે કે, રાહુલ ગાંધીના વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા છે. એટલા માટે તેમણે આ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી છે. મહિલાની સંપત્તિમાં 50 લાખની ચલ અચલ સંપત્તિ અને 10 તોલા સોનુ છે.
ઉત્તરાખંડના દેહરાદુનના પુષ્પા મુન્જિયાલે વસીયત નામું લઈને શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સમક્ષ તેમના નિવાસસ્થાને પોહ્ચીને સોપ્યું હતું. આ ક્ષણે કોંગ્રેસના નેતાઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.પુષ્પા મુન્જિયાલે કહ્યું કે,રાહુલ ગાંધીના પરિવારે દેશની આઝાદીથી લઈને આજ સુધી હંમેશા આગળ વધીને દેશ માટે પોતાની સર્વોચ્ચ કુરબાની આપી છે. પછી ભલેને ઈંદિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય. તેમણે આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણની આહુતી આપી છે.