એ.. એ.. ગઈ… -રેસ્ક્યુ દરમિયાન જીવનની દોર તૂટતા મહિલાનું મોત- ઢીલા પોચા આ વિડીયો ન જોતા

Deoghar Ropeway ઝારખંડ (Jharkhand)ના દેવઘરમાં ત્રિકુટ પર્વત(Trikut mountain) ખાતે રોપ-વે (Rope-way)માં રવિવારે સાંજે 5 વાગ્યાથી 1000 હજાર ફૂટની ઊંચાઈએ ઝૂલતી ટ્રોલીઓમાં કેટલાય લોકો ફસાયા હતા.…

Deoghar Ropeway ઝારખંડ (Jharkhand)ના દેવઘરમાં ત્રિકુટ પર્વત(Trikut mountain) ખાતે રોપ-વે (Rope-way)માં રવિવારે સાંજે 5 વાગ્યાથી 1000 હજાર ફૂટની ઊંચાઈએ ઝૂલતી ટ્રોલીઓમાં કેટલાય લોકો ફસાયા હતા. આ દુર્ઘટનાના 45 કલાક બાદ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયું હતું. જેમાં ફસાયેલા 48 લોકોમાંથી 46 લોકોને બચાવી લેવાયા છે. મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા છે અને 12થી વધુ લોકો ઘાયલ છે. જેઓને હાલ સારવાર આપવામાં આવી રહી છે.

એક રીપોર્ટ મુજબ, સોમવારે એક યુવકે હેલિકોપ્ટરમાં ચઢતી વખતે પડી જવાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સિવાય દુર્ધટનાના ત્રીજા દિવસે પણ રેસ્ક્યૂ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ટ્રોલીમાંથી બહાર નીકળતી વખતે એક મહિલા અચાનક પડી ગઈ હતી અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

એરફોર્સના જવાનોએ હેલિકોપ્ટર દ્વારા 2500 ફૂટની ઊંચાઈએ પહોંચીને રોપ-વેની બે ટ્રોલીમાં ફસાયેલા 46 લોકોને બચાવી લીધા છે. બચાવનું આ કાર્ય ખુબ જ મુશ્કેલ હતું, છતાં પણ એનડીઆરએફની ટીમો દ્વારા 46 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, વધુ એક વ્યક્તિનું મૃત્યુ રેસ્ક્યૂ દરમિયાન સેફ્ટી બેલ્ટ તૂટી જવાથી હેલિકોપ્ટરમાંથી નીચે પડી જવાને કારણે થયું હતું. અંધારું અને ધુમ્મસને કારણે ઓપરેશન બંધ કરવામાં આવ્યું હતું. અત્યારસુધીમાં કુલ 4 લોકોનાં મોત થયાં છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ થાય છે. કેટલાક ઘાયલોને ICUમાં પણ રાખવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ઘણા બાળકો પણ ફસાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *