રાજકોટ(Rajkot): શહેરમાં સામાન્ય મુદ્દા અંગે મારામારીના બનાવો રોજિંદા થઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. દરરોજ શહેરમાં છરી, લાકડી, પાઇપ જેવા હથિયારો સાથે સરાજાહેર મારામારીની ઘટનાઓ સામે અવી રહી છે. ત્યારે આ બધા વચ્ચે વધુ એક બનાવમાં સત્તાના મદમાં ભાજપના વોર્ડ પ્રમુખે દાદાગીરીનું પ્રદર્શન કરી યુવાન પર હુમલો(Attack) કરી દીધો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત યુવાને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
રાજકોટના મવડી ચોકડી પાસે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા નિલેશભાઇ બાબુભાઇ સીંગડિયા નામના યુવાને દાખલ કરાવેલી ફરિયાદમાં, બુધવારના રોજ રાતે તેઓ ઘરે હતા. ત્યારે પાડોશમાં રહેતા અને વોર્ડ નંબર11ના ભાજપ પ્રમુખ સંજય નથુ પીપળિયાએ તેની કાર ઘર પાસે પાર્ક કરી હતી. સંજય પીપળિયા દ્વારા પાર્ક કરવામાં આવેલી કાર નડતરરૂપ હોવાને કારણે તેને કાર ઘર પાસે પાર્ક કરવાની ના પાડી દીધી હતી. થોડીક બોલાચાલી થતા સંજય પીપળિયા વધુ ઉશ્કેરાઇ ગયા હતા. બુમ-બરાડા પાડી ઝઘડો કરી ઓળખશ મને, હું વોર્ડનો પ્રમુખ છું. તેમ છતાં સંજય પીપળિયાને કાર ઘર નજીક રાખવાની ના પાડતા મામલો વધુ ઉગ્ર બની ગયો હતો અને ઝપાઝપી કરી હતી.
ત્યારબાદ સંજય પીપળિયાએ ત્યાં બાજુમાં પડેલી ઇંટ ઉપાડી માથામાં ત્રણ ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દીધો હતો. સમગ્ર ઘટનાને પગલે આજુ બાજુમાં રહેતા લોકોના ટોળે-ટોળા એકઠા થઇ ગયા હતા અને પોતાને માથામાં ગંભીર ઇજા થતા એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. માથામાં ગંભીર ઇજા થવાને કારણે તેને તુરંત સારવાર આપવામાં આવી હતી.
ત્યાર પછી હોસ્પિટલ ચોકીના સ્ટાફ આવી ઘટનાની માહિતી જાન્ય પછી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવી હતી. તાલુકા પોલીસ દ્વારા સંજય પીપળિયા સામે આઇપીસી 324ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. સત્તાના નશામાં આવીને વોર્ડ પ્રમુખે આચરેલા કૃત્યથી વિસ્તારના લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. જો કે ઘટના સમયે લોકો એકઠા થઇ જતાં અંતે મામલો થાળે પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.