દિલ્હી(Delhi)ના જહાંગીરપુરી(Jahangirpuri)માં થયેલી હિંસાનો એક નવો વીડિયો(Video) સામે આવ્યો છે. આ વીડિયોમાં તોફાનીઓ તે કાર પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે જેના પર ત્રિરંગો દેખાય છે. તોફાનીઓના આ હુમલામાં 8 પોલીસકર્મીઓ સહિત 9 લોકો ઘાયલ થયા છે.
તોફાનીઓએ પથ્થરમારો કર્યો:
તમને જણાવી દઈએ કે જહાંગીરપુરીનો આ વીડિયો તે સમયનો છે જ્યારે શોભાયાત્રા છેલ્લા મુકામ પર હતી. વીડિયોમાં તમે જોઈ શકશો કે જે સરઘસ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે તે લટકી રહ્યો છે અને પથ્થરબાજો સતત પથ્થરમારો કરીને આગળ વધી રહ્યા છે.
બંને તરફથી થયો પથ્થરમારો:
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પથ્થરબાજોની ભીડમાં ખાકી વર્દીમાં બે પોલીસકર્મી પણ જોવા મળી રહ્યા છે જે ટોળાને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરતા જોવા મળે છે. પથ્થરબાજો પથ્થરમારો કરીને આગળ વધે છે અને પછી બીજી બાજુથી પણ પથ્થરમારો શરૂ થાય છે.
दिल्ली के जहांगीर पुरी हिंसा में तिरंगा लगी गाड़ी पर भी दंगाई पथराव कर रहे थे..@ZeeNews pic.twitter.com/nsGNqN0bs9
— Neeraj Gaur (@NeerajGaur_) April 17, 2022
જહાંગીરપુરી હિંસા કેસમાં 14ની ધરપકડ:
તમને જણાવી દઈએ કે જહાંગીરપુરી હિંસાની તપાસ માટે પોલીસની 10 ટીમો બનાવવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અંસાર નામના વ્યક્તિએ શોભાયાત્રામાં સામેલ લોકો સાથે વિવાદ કર્યો હતો. ત્યારબાદ પથ્થરમારો શરૂ થયો હતો અને હિંસા ભડકી ગઈ હતી. FIRમાં અંસારનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.
જહાંગીરપુરી હિંસાના મામલામાં પોલીસે અંસાર, શહઝાદ, ઝાહિદ, મોહમ્મદ અલી શેખ હસન, મુખ્તિયાર અલી, અખ્સાર, નૂર આલમ, આમીર, અસલમ, ઝાકિર, અકરમ, મોહમ્મદ અલી, ઈમ્તિયાઝ અને આહીર ખાન વિરુદ્ધ FIR નોંધી છે. નોંધનીય છે કે હાલમાં જહાંગીરપુરીમાં સ્થિતિ નિયંત્રણમાં છે. આજે ડીસીપી નોર્થ વેસ્ટ ઉષા રંગનાનીએ જહાંગીરપુરીના કુશલ ચોક ખાતે અમન કમિટીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં અનેક પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.