ભાજપના નેતાની ગોળી મારી હત્યા- આ કારણોસર…

બીજેપી(BJP) નેતા જીતુ ચૌધરી(Jitu Chaudhary)ની ગઈકાલે રાત્રે દિલ્હી(Delhi)ના ગાઝીપુર(Ghazipur) પોલીસ સ્ટેશન વિસ્તારમાં બદમાશોએ ગોળી મારીને હત્યા(Shot dead) કરી દીધી હતી. જ્યારે હુમલો થયો ત્યારે તે મયુર વિહાર ફેઝ-3 સ્થિત તેમના ઘરે હતા. 40 વર્ષીય જીતુ ચૌધરીની હત્યા કરનાર બદમાશો આ ઘટનાને અંજામ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તે જ સમયે, પોલીસને સ્થળ પરથી કેટલાક ખાલી કારતુસ અને અન્ય મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.

આ મામલામાં ડીસીપી ઈસ્ટ પ્રિયંકા કશ્યપે માહિતી આપી હતી કે દિલ્હી પોલીસ દ્વારા પ્રત્યક્ષદર્શીઓની શોધ કરવામાં આવી રહી છે અને સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, બદમાશોએ બીજેપી નેતા જીતુ ચૌધરી પર 6 ગોળીઓ ચલાવી હતી. તેઓ ભાજપમાં મયુર વિહાર જિલ્લાના મંત્રી હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, બીજેપી નેતા પર હુમલો કરનાર બે બદમાશો બાઇક પર આવ્યા હતા અને તેમના પર છ ગોળીઓ ચલાવી હતી. જેમાં એક ગોળી જીતુ ચૌધરીને માથામાં વાગી હતી. ઘાયલ હાલતમાં લોકો તેને ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે મિલકતના વિવાદને કારણે આ હત્યા થઈ શકે છે. હાલ પોલીસ ઘરની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરીને હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીતુ ચૌધરી યુપીના બાગપતના રહેવાસી હતા. તે દિલ્હીના મયુર વિહાર ફેઝ III પોકેટ સી વનમાં તેની પત્ની અને પંદર અને અગિયાર વર્ષના બે પુત્રો સાથે રહેતા હતા. તેની સાથે તેના બે ભાઈઓ અને અન્ય કેટલાક પરિવારના સભ્યો પણ હતા. તેમનો કન્સ્ટ્રક્શનનો વ્યવસાય હતો.

પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે તેની કોન્ટ્રાક્ટર સાથે કન્સ્ટ્રક્શનના કામમાં લેવડ-દેવડ હતી. આ વિવાદને કારણે, માનવામાં આવી રહ્યું છે કે તેના પર ગોળી ચલાવવામાં આવી હોય. તે જ સમયે, દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાને હુમલાની જાણ થતાં જ જીતુ ચૌધરીને હોસ્પિટલમાં જોવા માટે પહોંચ્યા હતા. MLC થયા બાદ મૃતદેહને ખસેડવામાં આવશે અને આજે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જે બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *