હવે ઘણા નવા ટ્રાફિક નિયમો લાગુ થઇ ગયાં છે. લોકોને ભારે થી ભારે દંડ ચુકવવો પડ્યો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કેટલાંક કિસ્સા તો એવા છે જેમાં ગાડીની કિંમત કરતાં વધુનું ચાલાન કાપવામાં આવ્યું હોય. પોલીસવાળાઓ તો ખુશ થઇ રહ્યાં હશે કે ચાલાન કાપી નાંખ્યુ અને દેશને ફાયદો થઇ રહ્યો છે.
પરંતુ પોલીસવાળાઓએ પણ વધુ ખુશ થવાની જરૂર નથી કારણ કે જો પોલીસવાળાએ નિયમનું ઉલ્લંઘન કર્યુ તો તેણે ડબલ ચાલાન ભરવું પડશે. જેલ જવું પડે તો તે પણ ડબલ ટાઇમ માટે. દિલ્હી ટ્રાફિક પોલીસના જોઇંટ કમિશનર મીનૂ ચૌધરીએ સર્ક્યુલર જારી કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસવાળા સત્તાવાર અને પર્નલ વાહન ચલાવતી વખતે પોતે પણ ટ્રાફિક નિયમોનું ધ્યાન રાખે નહી તો તેમણે બમણી સજા ભોગવવી પડશે.
જો કે એવો નિયમ પણ છે કે કાયદાનું પાલન કરાવવા માટે જવાબદાર સંસ્થાઓ જ જો કાયદાનું ઉલ્લંઘન કરે તો તેમણે ડબલ સજા ભોગવવી પડશે.મીનૂ ચૌધરીએ જણાવ્યું કે, આ નિયમોમાં સ્પેસિફાય કરવામાં આવ્યું છે કે જો કોઇપણ પોલીસકર્મી આ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેણે બમણો દંડ ભરવો પડશે.
ફક્ત 2018માં 250થી વધુ પોલીસકર્મીઓ અનેકવાર નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાયા હતા. આ વર્ષે પણ આ આંકડો 100થી ઉપર પહોચી ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.