સ્વીમીંગપુલમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો ઉતારનારો શખ્સ ભાજપ IT સેલનો સભ્ય નીકળ્યો

સંસ્કારીનગરી વડોદરાને લાંછન લગાવતી ઘટનાં સામે આવી છે, વડોદરાનાં ગોત્રી સેવાસી રોડ પર પ્રિન્સ વિલા બંગ્લોઝના લેડિઝ સ્વિમિંગ પુલની બરાબર સામે આવેલાં મકાનની ગેલેરીમાંથી સ્વિમિંગ…

સંસ્કારીનગરી વડોદરાને લાંછન લગાવતી ઘટનાં સામે આવી છે, વડોદરાનાં ગોત્રી સેવાસી રોડ પર પ્રિન્સ વિલા બંગ્લોઝના લેડિઝ સ્વિમિંગ પુલની બરાબર સામે આવેલાં મકાનની ગેલેરીમાંથી સ્વિમિંગ કરી રહેલી મહિલાઓનાં ફોટો પાડનાર આકાશ પટેલ ભાજપ આઈટી સેલનો કોર મેમ્બર હોવાનું જાણવા મળ્યું છે.

સયાજીગંજ મોનાલિસા કોમ્પલેક્ષમાં આકાશ કોમ્પ્યુટર્સ નામની દુકાન ધરાવતો આકાશ પટેલ ગોત્રી સેવાસી રોડ પર અર્થ સોમનાથ નગરના 78 નંબરના બંગલામાં રહે છે. તેમના મકાનની બરાબર પાછળ પ્રિન્સ વિલા બંગ્લોઝનું લેડિઝ સ્વિમિંગ પુલ આવેલું છે. ગત રવિવારે સાંજે સોસાયટીમાં રહેતી મહિલાઓ સ્વીમ સ્યુટમાં હતી તે સમયે આકાશ મકાનની ગેલેરીમાંથી મહિલાઓના ફોટા પાડતો હતો.

કલબમાં સિવિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી મહિલાઓની પ્રાઇવસી ને લઇને પણ સવાલો ઉભા થયા છે. આકાશ પટેલે જ જે ઝાડોની ગીચતા વચ્ચે સવિમિંગપુલ દેખાતો ન હતો તે સ્વિમિંગપુલની આડે આવતા ઝાડો કપાવ્યા હતા. પછી આ રીતે મહિલાઓનો સ્વિમિંગપુલમાં સ્વિમિંગ કરતા વિડિયો ઉતારતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.

મહિલાઓએ નોંધાવેલી ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આકાશ પટેલની ધરપકડ કરી હતી. અલબત્ત તેનો જામીન ઉપર છુટકારો થયો હતો. તે આકાશ પટેલ ભાજપના આઈટી સેલનો કોર મેમ્બર હોવાનું જાણવા મળે છે.

અમદાવાદમાં ભાજપનાં ઘારાસભ્ય ઘ્વારા મહિલા સાથે હિંસક અપમાનજનત ઘટના બાદ વડોદરા માં સ્વિમિંગપુલમાં સ્વિમિંગ કરતી મહિલાઓનો વિડીયો ઉતારી તેને સોશિયલ મીડીયા પર વાયરલ કરી દેવાની ઘમકીની ઘટનાએ સૌ ને ચોંકવી દિઘા છે, ત્યારે મહિલાઓ માંટે નાં સ્વિમિંગપુલની પ્રાઇવેસી સામે આ ઘટનાં બાદ અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે ખાંનગી કે સરકારી સ્વિમિંગપુલ નાં સંચાલકો માંટે આ ઘટનાં લાલબત્તી સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *