સાઉથની બ્લોકબસ્ટર કમાણી અને દર્શકોની પહેલી પસંદે બોલીવુડના દિગ્ગજોને ગુટખા તમાકુની જાહેરાત કરતા કરી દીધા

બોલિવૂડ(Bollywood) પ્લેયર ઉર્ફે એક્ટર અક્ષય કુમાર(Akshay Kumar) આ દિવસોમાં ચર્ચામાં છે. રસપ્રદ વાત એ છે કે તે તેની કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ તમાકુની જાહેરાતોને કારણે ચર્ચામાં છે. અક્ષય કુમાર તમાકુની જાહેરાત(Advertising) કરીને ખરાબ રીતે ફસાઈ ગયો છે.

જ્યારથી અક્ષય કુમારે શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે તમાકુ બ્રાન્ડની જાહેરાત શૂટ કરી છે. ત્યારથી તે વિવાદોમાં ફસાયેલી છે. અક્ષયને બોલિવૂડનો સૌથી ફિટ મેન માનવામાં આવે છે. તે જ સમયે, ઘણા યુવાનો તેમને તેમના પ્રેરણા તરીકે વર્ણવે છે. આ જ કારણ છે કે, લોકોને તેમની તમાકુની જાહેરાત પસંદ ન આવી. જોકે, વિવાદ વધતો જોઈને અભિનેતાએ માફી માંગી લીધી છે. આ દરમિયાન, બોલિવૂડના દિગ્ગજ કલાકાર સૌરભ શુક્લાની પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

રેઇડ, જોલી એલએલબી, તડપ, પીકે અને બરફી જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પીઢ અભિનેતા સૌરભ શુક્લાએ પણ બોલિવૂડ સ્ટાર્સને ટોણા માર્યા છે. તમાકુના વિવાદ વચ્ચે અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જેમાં તે તમાકુનું સેવન કરનારા સ્ટાર્સને ટોણો મારતો જોવા મળે છે.

સૌરભ શુક્લાએ તેમના સત્તાવાર ફેસબુક પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, “જો તમે RRR કે KGF જેવી ફિલ્મો બનાવશો તો અમારા આદમીઓ વિમલ ગુટકા જ વેચશે ને”. અભિનેતાની આ પોસ્ટને લોકો પણ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સૌરભ શુક્લા અક્ષય કુમાર સાથે કામ કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

તમાકુની જાહેરાતમાં કામ કર્યા બાદ અભિનેતા અક્ષય કુમારને ઘણા ટોણા સાંભળવા પડ્યા હતા. આ જોઈને તેણે સ્પષ્ટતા કરતા લોકોની માફી માંગી. અભિનેતાએ સોશિયલ મીડિયા પર માફી માંગી છે. જેમાં અભિનેતાએ કહ્યું હતું કે, ‘તે આવી કોઈ જાહેરાત ફરી ક્યારેય નહીં કરે. સાથે જ તેને એડમાંથી મળેલા પૈસા પણ તે પરત કરશે. જોકે, અક્ષય કુમાર હજુ પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. અક્ષય, શાહરૂખ અને અજય દેવગન પર સતત ફની મીમ્સ બનાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *