ગુજરાત(Gujarat): સોખડા મંદિર(Sokhada temple)ના વિવાદનો કોકડો હવે સમગ્ર ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. ત્યારે હવે રોજ રોજ હરિધામ સોખડા મંદિર(Haridham Sokhada Temple) વિવાદમાં તપાસ વધુ તેજ બનતી જોવા મળતા અનેક પ્રકારના ખુલાસાઓ થઇ રહ્યા છે. ત્યારે હવે જે ખુલાસો થયો છે એ સમગ્ર સાધુ સમાજ માટે ચોંકાવનારો ખુલાસો કહી શકાય તેમ છે. જેમાં હવે પ્રેમ સ્વરૂપ અને ત્યાગ વલ્લભ સ્વામી સહિત નવ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને બે સંતોના મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાનો આરોપ લગાવવામાં આવ્યા છે. આ આરોપ લાગતા વિવાદ વધુ તેજ બની રહ્યો છે.
મહિલા સાથેના અનૈતિક સંબંધો સાથે-સાથે બે સેવકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે સત્સંગી સુરેશ પરના હુમલાના તાર પ્રવીણ વાઘેલા સુધી પહોંચી ગયા છે. મળતી વિગતો અનુસાર, સુરત પોલીસે CDRનો ડેટા મેળવી નંબરોની ચકાસણી શરૂ કરી દીધી છે. જેમાં બે સંતોના મહિલા સાથે અફેર, સેક્સ્યુઅલ હેરેસમેન્ટના સેવકો દ્વારા ગંભીર આરોપ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અત્યાર સુધી શું-શું થયું તે અંગેની વાત કરવામાં આવે તો સોખડા મંદિર સાથે માર્ચ-2022 સુધી સંકળાયેલા સુરત કામરેજના બે સેવકો દ્વારા કેટલાક સંતો અને સેક્રેટરી વિરુદ્વ સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યા છે. સાથે સાથે તાલુકા પોલીસ મથકમાં અરજી કરતાં ખળભળાટ જવા પામ્યો છે.
યુવકે જણાવતા કહ્યું છે કે, સાધુ સરલજીવનનું કામરેજ કરતી એક મહિલા જોડે છેલ્લા કેટલાક સમયથી અફેર ચાલી રહ્યું છે. આ વાતની જાણ યુવકને થતા સ્વામી તેને ખૂબ જ હેરાન કરવા લાગ્યા હતા તેમજ શારીરિક સબંધ બાંધીને જાતીય શોષણ કરવામાં આવતું હતું. વધુમાં આ યુવકની સાધુને માલિશ કરવાની અને સવારે સાંજે નવડાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
યુવતીએ જિલ્લા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને પ્રેમ સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી, તેમજ સરળ જીવન સ્વામી અને ત્યાગસ્વામી વિરોધ કર્યો હતો પરંતુ તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. ફરિયાદ દાખલ પછી યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો તેમજ બંને યુવકોને પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપવામાં આવી હતી અને સાધુના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતાં મોબાઇલ સ્વીચ ઓફ આવી રહ્યા છે.
યુવકોએ આરોપ લગાવતા કહ્યું છે કે, બે સંતો મહિલાઓ સાથે અનૈતિક પ્રકારના સબંધો ધરાવે છે. આ ઉપરાંત અનેક ગેરકાયદે પ્રવૃતિ કરવામાં આવી રહી છે તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જેનો વિરોધ કરતાં યુવકોને મંદિરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. એક યુવકનો તો એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે, ભગવા કપડાં ધારણ કરીને ફરતાં સ્વામીએ તેની શારીરિક સબંધો પણ બાંધ્યા હતા. ત્યારે હવે આગામી સમયે જોઈએ કે, આ કેસમાં નવા ક્યાં પ્રકારના ખુલાસા થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.