રોજ-બરોજ આપણે આવી ઘણી બધી ઘટનાઓ સાંભળતા હોઈએ છીએ કે, કોઈ વૃદ્ધ વ્યક્તિએ એક યુવતીનું અપહરણ કર્યું, ઘણા બધા યુવકો દ્વારા કોઈ યુવતી ઉપર ગેગરેપ કરવામાં આવ્યો. આવું આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ.
દુબઈની એક કોર્ટે એક પાકિસ્તાની વ્યક્તિ પર રહેણાંક મકાનની લિફ્ટની અંદર 12 વર્ષની ભારતીય યુવતીની છેડતીનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, દુબઈની કોર્ટના વકીલોએ 16 જૂને 35 વર્ષીય પાકિસ્તાની ડિલીવરી વર્કર પર સગીર છોકરીને અયોગ્ય રૂપે સ્પર્શ કરવા બદલ આરોપ મૂક્યો હતો.
તપાસ દરમિયાન એક 34 વર્ષીય ભારતીય મહિલાએ કહ્યું કે, યુવતી ગણિતના ટ્યુશન લેવા તેના ઘરે આવી હતી.
તેણે કહ્યું, “તે થોડા કાગળ લાવવાનું ભૂલી ગઈ હતી અને તેમને લાવવા પાછા જવું પડ્યું હતું. જો કે તે પાછો આવી ત્યારે તેનો ચહેરો નિસ્તેજ હતો અને તે રડતી હતી અને ખરાબ રીતે કંપતી હતી.”
ત્યારબાદ યુવતીએ તેમને કહ્યું કે, ફ્લેટની અંદર એક આદમી એ કોઈ સરનામું પૂછતી વખતે તેની સાથે ગંદા કામો કરીયા હતા.મહિલાએ પાડોશીને સુરક્ષા ગાર્ડના રૂમમાં સર્વેલન્સ કેમેરા તપાસવા વિનંતી કરી હતી, ત્યારબાદ તેણે યુવતીની માતાને ઘટનાની જાણ કરી હતી.સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ પેકેજ પહોંચાડવા માટે પાંચમા માળે તરફ ચાલતો નજરે પડ્યો હતો, પરંતુ તેણે પોતાનો રસ્તો બદલી નાંખ્યો અને તે સામાન પહોંચાડ્યા વિના તે યુવતીની પાછળ ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.