ગુજરાત(gujarat): અરવલ્લી(Aravalli)ના ધનસુરા(Dhansura)ના નાણા ગામ પાસે માઝુમ નદી(Mazum River) પર પુલ ન હોવાના કારણે નદી પારના વિદ્યાર્થીઓને પાણીમાં કૂદીને જોખમી રીતે શાળાએ જવાની ફરજ પડી રહી છે. ધનસુરા તાલુકાના નાના ગામની વસ્તી 500 થી 700 છે. આ ગામમાંથી માઝુમ નદી પસાર થાય છે. નદીને પેલે પાર અણખોલ(Ankhol) સહિતના ગામો આવેલા છે.
આ તમામ ગામો નાણા ગામ સાથે સંબંધિત છે અને નાણા ગામમાં આવેલી હાઈસ્કૂલમાં નદી પારના 100 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. આ ઉપરાંત, માઝુમ નદીમાં ઘણા મહિનાઓ સુધી પાણી રહે છે. અણખોલના લોકો અને વિદ્યાર્થીઓને નાણા ગામ જવા માટે માજુમ નદી પર થઈને આવવું પડે છે. હાલમાં ઉનાળાના કારણે નદીમાં પાણી ઓછું છે.
પરંતુ ચોમાસામાં પાણીના જોરદાર પ્રવાહને કારણે વિદ્યાર્થીઓ ત્રણ મહિના સુધી અભ્યાસ માટે આવી શકતા નથી. જેથી તેમની ભાવિ શૈક્ષણિક કારકિર્દી ખોરવાઈ જાય. એટલા માટે વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, માજુમ નદી પર પુલ બનાવવો જોઈએ.
નાણા ગામ સાથે અલવા અને અણખોલ ગામના લોકોનો મુખ્ય વ્યવહાર છે. નાણા ગામ તરફ માઝુમ નદીના સામેના કિનારે ગ્રામજનોનું કબ્રસ્તાન પણ છે. જેથી અંતિમસંસ્કાર માટે પણ નદી પાર કરવી પડે. જેથી ચોમાસા દરમિયાન મૃતકને અંતિમ ક્રિયા માટે સ્મશાનભૂમિ પણ મળતી નથી. તેમજ નાણા ગામના કેટલાક ખેડૂતોની જમીન નદીની બીજી બાજુ આવેલી છે. આથી ખેડૂતો ચોમાસામાં ખેતી પણ કરી શકતા નથી. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા માજુમ નદી પર પુલ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. અને જો પુલ નહીં બનાવવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.