ગુજરાતમાં ઘણા દેવી-દેવતાઓના ચમત્કારિક મંદિરો આવેલા છે. જેમાં ઘણા હનુમાન દાદાના મંદિરો પણ છે. જયા જવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થતા હોય છે. આજે અમે તમને એક એવા જ હનુમાન મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે ખુબ જ ચમત્કારિક છે. હનુમાન દાદાનું આ મંદિર તેના પરચાઓના કારણે આજે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે.
જણાવી દઈએ કે, હનુમાન દાદાના આ મંદિરને બાલા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. હનુમાન દાદાનું આ મંદિર અમદાવાદના ગાંધી રોડ પર આવેલું છે. અહી દાદા તેમના દિવ્ય સ્વરૂપમાં બિરાજમાન છે. અહી દાદા એક જ સમયે ત્રણ અલગ અલગ સ્વરૂપમાં દર્શન આપતા હોવાનું જાણવા મળ્યું છે.
બાલા હનુમાન મંદિરમાં લોકો દૂર દૂરથી દાદાના દર્શન કરવા માટે આવે છે. લોકો અહીં પોતાની મનોકામના માંગે છે અને ભકતોની દરેક મનોકામના અહીં પુરી પણ થાય છે. હનુમાન દાદાનું આ મંદિર ખુબ જ નાનું મંદિર છે પણ તે ખુબ જ ચમત્કારીક છે. કહેવાય છે કે, મંદિરમાં દાદા આજે પણ સાક્ષાત બિરાજમાન છે. બાલા હનુમાન દાદાની મૃતિમાં તેમની માતા અંજના અને પુત્ર મકરધ્વજના પણ દર્શન થાય છે.
જણાવી દઈએ કે, શનિવારના દિવસે આ મંદિરમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે. ભક્તો અહીં દાદાના દર્શન કરીને ખુબ જ દિવ્યતાનો અનુભવ કરે છે. અહીં લોકો નોકરી, ધંધો, લગ્ન અને સંતાન પ્રાપ્તિ માટેની અલગ અલગ માનતાઓ માને છે અને તેમની દરેક ઈચ્છાઓ દાદા પૂરી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.