ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી(Assembly elections)માં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે તે નિશ્ચિત છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) પણ આ વખતે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે ભરૂચ(Bharuch) બાદ અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. આ વખતે તેઓ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે. તેઓ સૌરાષ્ટ્ર(Saurashtra)માં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.
સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ:
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે. આ વખતે ચૂંટણી પ્રચારને લઈને સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવશે. 11મી મેથી તેઓ બે દિવસીય માટે રાજકોટમાં રોકાણ કરશે. દરમિયાન તેઓ રાજકોટથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. રાજકોટમાં રોડ શો, જાહેર સભા અને આમ આદમી પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરશે.
AAP-BTPની બનશે સરકાર:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્થાપના દિનના દિવસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા. સુરતમાં રાત્રિ રોકાણ કર્યા પછી તેઓ ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ભરૂચના ચંદેરીયાના વ્હાઈટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધ થયું હતું.
આ દરમિયાન તેઓએ ભાજપ પર આકરાં પ્રહાર કરતાં મોટું નિવેદન આપતા કહ્યું છે કે, આ વખતે AAP-BTPની સરકાર બનશે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીને સમય ન મળે તે માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી ચાલી રહી છે, પણ અમારી પાસે ગુજરાતની જનતાનો પ્રેમ છે. તમે ગુજરાતમાં આજે જ ચૂંટણી કરાવી લો. વધુમાં તેમણે કહ્યું હતું કે, દિલ્લીમાં ફ્રી મા વીજળી મળી રહી છે તેમ અમારી સરકાર ગુજરાતમાં બનશે તો અહીંયા પણ ફ્રીમાં વીજળી આપવામાં આવશે. હું ઈમાનદાર છુ એટલે બધુ ફ્રી કરી રહ્યો છું. ભાજપ બેઈમાન છે એટલે ફ્રી નથી આપી રહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.