પટના(Patna) શહેરમાં ઘાટના કિનારે પડેલી લાશને કૂતરાંએ ફાડી ખાધી હતી. તે જ સમયે, પટના પોલીસ લગભગ 15 કલાક સુધી વિવાદમાં જ લાગી રહી હતી. મૃતદેહ સાથે થઈ રહેલી આવી અમાનવીયતા અંગે પોલીસ(Police) કર્મચારીઓએ ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું કે, લાશ રસ્તા પર પડી છે તો એ ખાશે જ ને, હવે અમે આવી ગયા છીએ, હવે નહીં ખાય. જોકે, બુધવારે બપોરે ચોક પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી આપવામાં આવ્યો હતો.
નજીકના લોકોએ જણાવ્યું કે, લગભગ 15 કલાક પહેલા પટના સિટી ચોક પોલીસ સ્ટેશનના હીરા ઘાટ પર એક અજાણી લાશ જોવા મળી હતી. આસપાસના લોકોએ તેને ઓળખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેની ઓળખ થઈ શકી ન હતી. આ દરમિયાન, ગંગા ઘાટના કિનારે, કૂતરાઓ અજાણ્યા મૃતદેહને ખાઈ રહ્યા હતા.
લોકોએ મૃતદેહ મળવા અંગે ખાજેકલાન પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પરંતુ, ખાજેકલાન પોલીસ સ્ટેશને ચોક પોલીસ સ્ટેશનનો મામલો હોવાનું જણાવીને તે વાતને ટાળી દીધી હતી. આ દરમિયાન લોકોએ ચોક પોલીસ મથકે જાણ કરી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, લગભગ 15 કલાક પછી ચોક પોલીસ સ્ટેશનની પોલીસ હીરા ઘાટ પર પહોંચી અને મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
ચોક પોલીસ સ્ટેશનના એએસઆઈ યોગેન્દ્ર રામે જણાવ્યું હતું કે, તેઓ અહીં નવા છે તેથી તેઓ પોલીસ સ્ટેશનની હદ અંગે સંપૂર્ણપણે જાણતા નથી. તેમણે કહ્યું કે, હજુ સુધી લાશની ઓળખ થઈ નથી. યોગેન્દ્ર રામે જણાવ્યું કે, એવું લાગે છે કે વ્યક્તિનું મૃત્યુ લગભગ 4 થી 5 દિવસ પહેલા ડૂબી જવાથી થયું છે.
મૃતદેહ સંપૂર્ણ રીતે સડી ગયો છે. મૃત્યુનું કારણ પૂછવા પર તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે તેનું મૃત્યુ કેવી રીતે થયું. તેણે એટલું કહ્યું કે શરીર પર કોઈ ડાઘ નથી, જેના કારણે એવું લાગે છે કે મૃત્યુ ડૂબી જવાથી થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.