સુરેન્દ્રનગર(ગુજરાત): તાજેતરમાં સુરેન્દ્રનગર(Surendranagar) જીલ્લાના લીંબડી(Limbdi)ના નાની કઠેચી(Kathechi) ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારે છે. જ્યાં તંત્ર દ્વારા ટેન્કરો(Tankers) દ્વારા પાણીની ફાળવણી કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન(Asia’s largest pumping station) ધરાવતા જિલ્લાના નાના કઠેચી ગામમાં પીવાના પાણીની અછતના કારણે લોકોને ઉનાળામાં વેચાતું પાણી ખરીદવાની ફરજ પડે છે.
જાણવા મળ્યું છે કે, વિઠ્ઠલગઢથી ખાસ યોજના હેઠળ નાની કાથેચી ગામમાંથી પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું. આ દરમિયાન પાઈપલાઈનમાંથી પાણીની ચોરીના કારણે નાની કાથેચી ગામમાં પીવાનું પાણી પહોંચતું ન હોવાનો આરોપો કેટલાક લોકો કરે છે. આથી નાની કાથેચીના ગ્રામજનોને વેચાતું પાણી લેવું પડે છે. આ અંગે ગ્રામજનો દ્વારા સંબંધિત વ્યવસ્થા માટે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
પછાત ઝાલાવાડ વિસ્તારમાં કાળઝાળ ગરમી શરૂ થતાં જ મહિલાઓ વચ્ચે બેડા યુદ્ધના દ્રશ્યો જોવા મળે છે. આકાશમાંથી વરસતા અગનગોળાઓના પ્રખર તડકામાં, મહિલાઓને ભરબપોરે માથે બેડા ઊંચકી પીવાના પાણીના એક-એક ટીપાં માટે વલખા મારે છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીના નાના કાથેચી ગામે ટેન્કર દ્વારા પાણી ભરવા માટે પડાપડીની સાથે પાણી માટે યુદ્ધ જેવી વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
View this post on Instagram
જાણવા મળ્યું છે કે, લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે તંત્ર દ્વારા ટેન્કર ફાળવતાં પાણી ભરવા માટે મહિલાઓ વચ્ચે પડાપડીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. જેમાં લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતાં લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. હાલમાં નાની કઠેચી ગામમાં દરરોજનું અંદાજે 15 હજારનું પાણી વેચાતું લેવામાં આવતું હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં પીવાના પાણી બાબતે બે મહિલાઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થયો હતો. ચોટીલા તાલુકામાં 42 ડિગ્રી તાપમાનમાં બે મહિલાઓ એકબીજા સાથે ઝઘડતી અને બેડા મારતી જોવા મળી હતી. જોકે, પાણી માટે આ લડાઈનો વીડિયો વાયરલ થતા હોબાળો મચી જવા પામ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલું ઢાંકી પમ્પિંગ સ્ટેશન એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન છે. જેમાંથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગરના સુરેન્દ્રનગર ધોળીધજા ડેમના કિનારે કુલ પાંચ પમ્પિંગ સ્ટેશન હેવી વોલ્ટેજ મોટરોથી પાણી પહોચાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.