સુરત(Surat): શુક્રવારે સવારે અલથાણ-ભીમરાડ(Althan-Bhimrad) રોડ પર આવેલી મ્યુનિસિપલ પાણીની ટાંકી પર ચડી ગયેલા કપિરાજને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડ(Fire brigade)ની ટીમ દ્વારા દોઢથી બે કલાક સુધી મહેનત કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે પાણીની ટાંકીને અડાડીને હાઈડ્રોલિક પ્લેટફોર્મ(Hydraulic platform) મૂકતા લોકોમાં ફેલાયેલા આશ્ચર્ચ વચ્ચે કપિરાજ હાઈડ્રોલિક પ્લેટફોર્મની સીડી પકડીને નીચે ઉતર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે 11 વાગે ફાયર બ્રિગેડને જાણવા મળ્યું હતું કે અલથાણ-ભીમરાડ રોડ પર 35-40 મીટરની ઉંચાઈએ આવેલી પાણીની ટાંકી પર કપિરાજ ચઢી ગયો છે. આ પછી વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
View this post on Instagram
ફાયર ઓફિસર હરીશ ગઢવીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી ટાંકી પર જઇને કપિરાજને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ માણસોને જોઈને કપિરાજ દુર ભાગી ગયો. આ ભાગદોડમાં કપિરાજના નીચે પડવાનો ભય હતો.
જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીની ટાંકી સાથે અડાડીને હાઇડ્રોલિક પ્લેટફોર્મ મુકવામાં અવાયું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર હાજર લોકોને દુર કરીને પોતે પણ દુર જતી રહી. આ રીતે દોઢ કલાકની રાહ જોયા બાદ કપિરાજ જાતે જ હાઈડ્રોલિક પ્લેટફોર્મ પકડીને નીચે ઉતરી ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.