આવું ભણશે ગુજરાત : કોસાડ ગરીબ આવાસની શાળામાં વિદ્યાર્થીઓ પાસે કચરો ઉંચકાવાય છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામા આવતાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી દીધા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોસાડની શાળાના શિક્ષક-આચાર્યની ગંભીર…

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામા આવતાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી દીધા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કોસાડની શાળાના શિક્ષક-આચાર્યની ગંભીર બેદકારીના કારણે સ્કુલના બાળકો અભ્યાસ કરતાં કરતાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનોમાં કચરો નાંખી રહ્યાં છે. બાળકો પાસે સફાઈની કામગીરી કરાવવી મોટો ગુનો હોવા છતાં હજી કેટલાક વિદ્યાર્થીઓ કચરો નાંખવા જેવું જોખમી કામ કરી રહ્યાં છે.

સતત વિવાદોમાં ઘેરાયેલી રહેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બુટ મોજાનો વિવાદ પુરો થાય તે પહેલાં કોસાડની શાળામાં ડોર ટુ ડાર ગાર્બેજ કલેક્શની  ગાડીમાં કચરો નાંખી રહ્યાં છે. શાળાના વિદ્યાર્થીઓ પાસે કચરો વળાવવો કે કચરો વહન કરવો તે ગુનો છે. તેમ  છતાં પણ કોસાડની શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈની કામગીરી કરાવવામા આવી રહી છે. કોસાડ વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડી આવી ત્યારે કોસાડ આવાસમાં આવેલી સ્કુલમાંથી કચરા પેટી લઈને વિદ્યાર્થીઓ કચરા ગાડીમાં કચરો નાંખી રહ્યાં છે.

આ અંગે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સફાઈ  ખર્ચ માટે 1200 રૃપિયા આપવામા ંઆવે છે. પરંતુ આ પૈસાનો ઉપયોગ કરવાના બદલે સમિતિની ેકેટલીક શાળાના શિક્ષકો  વિદ્યાર્થીઓ પાસે કચરો ઉચકાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ પાસે કચરો ઉચકાવતાં ફોટો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયાં હોવાથી આ કિસ્સામા જવાબદાર સામે પહલાં ભરવાની માગણી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *