કોણ જીતશે ગુજરાત ની 26 સીટ, કોણ બનાવશે દેશમાં સરકાર? જાણો ત્રિશુલ ન્યૂઝ નો એક્ઝિટ પોલ

Published on: 5:55 am, Mon, 20 May 19

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ ની આગાહી ગુજરાતમાં સો ટકા સાચી પડશે અને તેઓ ફરી એક વખત 26માંથી 26 સીટો જીતશે.

તેમણે કહ્યું હતું કે,” એક્ઝીટ પોલ ના આંકડાઓ અમારા માટે નવાઈ ભર્યા નથી અને ફક્ત ગુજરાતને નહિ પરંતુ આખા ભારતની જનતાને સરકાર સુરક્ષિત અને મજબૂત હાથોમાં સોંપી છે જે માટે નરેન્દ્ર મોદી સિવાય કોઈ બીજો વિકલ્પ નથી.”

જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરજી ઠુમ્મર કહ્યું કે,” એક્ઝિટ પોલ તે સાચા પરિણામોથી ખૂબ જ દૂરના આંકડાઓ હોય છે અને આ વખતનું પરિણામ ચોંકાવનારું હશે.”

તેમણે વધુ કહ્યું કે,  અમે આ વખતે ઓછામાં ઓછી 11 બેઠકો ગુજરાતમાં જીતશું. નોટબંધી, બેરોજગારી, ખેડૂતો સાથેનો અન્યાય વગેરે બાબતો જેમણે અમને 2017 ની ચૂંટણીમાં જીતને ખૂબ જ નજીક લાવી દીધા હતા તે, પોતાનો ભાગ ભજવશે અને તમે તે 23 તારીખે જશો.”

દક્ષિણ ગુજરાત ના કોંગ્રેસ નેતા દર્શન નાયકે કહ્યું કે,” ફક્ત દક્ષિણ ગુજરાત જ નહિ, સૌરાષ્ટ્રના વિસ્તારો પણ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટીને ચોકાવી દેશે, મારા શબ્દો યાદ રાખજો.”

ત્રિશુલ ન્યૂઝ નો એક્ઝિટ પોલ :-

કચ્છ :- ભાજપ

બનાસકાંઠા :- કોંગ્રેસ

પાટણ :- કોંગ્રેસ

મહેસાણા :- ભાજપ

સાબરકાંઠા :- ભાજપ

ગાંધીનગર :- ભાજપ

અમદાવાદ પૂર્વ :- ભાજપ

અમદાવાદ પશ્ચિમ :- ભાજપ

સુરેન્દ્રનગર :- કોંગ્રેસ

રાજકોટ :- ભાજપ

પોરબંદર :- કોંગ્રેસ

જામનગર :- ભાજપ

જૂનાગઢ :- કોંગ્રેસ

અમરેલી :- કોંગ્રેસ

ભાવનગર :- ભાજપ

આણંદ :- કોંગ્રેસ

ખેડા :- ભાજપ

પંચમહાલ :- ભાજપ

દાહોદ :- ભાજપ

વડોદરા :- ભાજપ

છોટાઉદેપુર :- ભાજપ

ભરૂચ :- ભાજપ

બારડોલી :- ભાજપ

સુરત :- ભાજપ

નવસારી :- ભાજપ

વલસાડ :- ભાજપ

ભાજપ :- 19

કોંગ્રેસ :- 07

કુલ :- 26

આમ અમારે એક્ઝિટ પોલ મુજબ ગુજરાતને 26 સીટોમાંથી 19 જેટલી સીટો પર ભાજપ જીતી શકે છે જ્યારે 7 સીટો પર કોંગ્રેસ જીતવાની સંભાવના છે.

દેશભરમાં કેટલી બેઠકો મેળવી શકશે?

Trishul News ની ટિમ દ્વારા અંદાજે 400 જેટલા સ્થાનિક પત્રકારો અને પાછલા પરિણામો ના આધારે જે અંદાજીત પરિણામ બહાર આવી શકે છે એ આ રીતે હશે.

ભાજપ: 155

કોંગ્રેસ: 110

સપા બસપા: 55

તૃણમૂલ કોંગ્રેસ: 27

એનડીએ ના ઘટક પક્ષો: 35

યુપીએ ના ઘટક પક્ષો: 30

અન્ય: 130