લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: પુત્રના લગ્ન લખીને પરત ફરતા નડ્યો કાળમુખો અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત

અક્સ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પાટણ(Patan) જિલ્લાના ચાણસ્મા (Chanasma)ના કંબોઇ પાસે ઇકો(Echo) ગાડીનું ટાયર…

અક્સ્માત (Accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પાટણ(Patan) જિલ્લાના ચાણસ્મા (Chanasma)ના કંબોઇ પાસે ઇકો(Echo) ગાડીનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા છે. જ્યારે અન્ય પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વાસ્તવમાં, સાંતલપુર (Santalpur)ના અબિયાના(Abiana) ગામનો પરિવાર અમદાવાદ(Ahmedabad) ખાતે પુત્રના લગ્ન(Marriage) લખીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

બે દિવસ પછી જ પુત્રના લગ્ન હતા:
સાંતલપુરના અબિયાના ગામના ભીખાભાઇ નાઈના પુત્ર ભરતના 24 તારીખના રોજ લગ્ન નક્કી થયા હતા. જેની કંકોત્રીઓ સગા સંબંધીઓને આપી દેવામાં આવી હતી. તેમજ આજે સાંજે સાત વાગ્યે લગ્ન પણ વધાવવાના હતા. આ દરમિયાન અમદાવાદ ખાતે પુત્રના લગ્ન લખીને પરત ફરી રહ્યા હતા. જ્યાંથી પરત ફરતાં ચાણસ્માના કબોઈ પાસે ઇકો ગાડીનું ટાયર ફાટતા ગાડી પલટી મારી સાઇટમાં પડી હતી.

આ ગંભીર અકસ્માતમાં યુવકના પિતા ભીખાભાઈ નાઈ, સોમાભાઈ નાઈ અને 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય 5 લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક પણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોની લાશને પીએમ માટે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે ઘરમાં લગ્નની ખુશીનો માહોલ હતો, એ જ ઘરમાં દુર્ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *