સુરત(Surat): શહેરમાં દિવસેને દિવસે સતત ચોરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે અને કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે શહેરના રીઢા ગુનેગાર બેફામ બની રહ્યા છે. ત્યારે હવે આ પ્રકારની ઘટનાઓ ના બને તે માટે સુરત પોલીસ કમિશનર(Surat Police Commissioner) અજય તોમર(Ajay Tomar) સતત પ્રયાસો કરી રહ્યા છે.
વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક રિક્ષા ચાલક તેમજ અજાણી બે મહિલા દ્વારા 25 મેના રોજ વરાછા સ્મીમેર હોસ્પિટલ ની સામે રોડ પરથી એક મહિલાને ઓટો રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી તેઓની થેલીમાંથી કિંમતી સોનાના ઘરેણા નજર ચૂકવીને લઇને ફરાર થઇ ગયા હતા.
ચોરી થયેલ માલસામાન માં કુલ બે નંગ સોનાની બુટ્ટી, ત્રણ તોલા નો સેટ તેની કિંમત રૂપિયા 135000, પાંચ તોલાનું સોનાનું મંગલસૂત્ર જેની કિંમત રૂપિયા 225000, 3.25 તોલા સોનાનાં 2 નંગ પાટલા જેની કિંમત રૂપિયા 150000, એક તોલા સોનાની 3 નંગ વિટી જેની કિંમત રૂપિયા 45હજાર તેમજ 2500 રૂપિયા રોકડા મળી ને કુલ 5,67,500 આ ઉપરાંત જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓટોરિક્ષા ચાલક અને બે અજાણી મહિલાઓ લઈને ફરાર થઈ ચૂક્યા છે.
પોલીસ ની માહિતી મળતાં પોલીસની અલગ ટીમ બનાવીને તરત જ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રસીદ ઇસ્માઇલ શાહ (ઉ.વ 42, ધંધો-ઓટો રિક્ષા ડ્રાઇવર, રહે- અરવિંદ પેલેસ, ત્રીજા માળે ગોવિંદ નગર મારુતિ નગર ની સામે લિંબાયત) ઓટો રીક્ષા નંબર GJ-05-AZ-8273 તેમજ રિક્ષાચાલક અને આરોપી બે મહિલાઓ 1. શિવા સંકિદ્ર પાત્રે (ઉ.વ- 53, રહે- ૫૭, રીદ્ધ રોહાઉસ, ગંગાનગર એપારમેન્ટ, કારેલી ગામ, બારડોલી, સુરત) 2. મમતા (ઉ.વ- 40, રહે- એજન) ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીએ સમગ્ર મુદ્દામાલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
પહેલા પણ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી રિઝવાન રસીદ વિરોધમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ધી. પી. કો. કલમ 379, 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.