“હાર્દીક પટેલને અમે ગમે તેમ કરીને હરાવશું”- ચીમકી આપતા જાણો કોને કહ્યું આવું?

ગુજરાત(Gujarat): પાટીદારોને અનામત આપવાની માંગ સાથે આંદોલન કર્યા બાદ કોંગ્રેસ(Congress)માં એન્ટ્રી લીધા પછી ભાજપ(BJP)માં ગયેલા હાર્દીક પટેલ(Hardik Patel)ને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરમગામ(Viramgam)થી ચૂંટણી લડવાની…

ગુજરાત(Gujarat): પાટીદારોને અનામત આપવાની માંગ સાથે આંદોલન કર્યા બાદ કોંગ્રેસ(Congress)માં એન્ટ્રી લીધા પછી ભાજપ(BJP)માં ગયેલા હાર્દીક પટેલ(Hardik Patel)ને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરમગામ(Viramgam)થી ચૂંટણી લડવાની ટિકિટ આપવામાં આવી છે. જેને પગલે પાટીદારોમાં ભારે રોષ ફેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે, કેટલાક પાટીદારોએ થોડા દિવસો અગાઉ જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ને મળીને રજૂઆત કરી હતી કે હાર્દીકને ટિકિટ આપવામાં ન આવે. જો ટિકિટ આપવામાં આવશે તો વિરમગામના લોકો તેમને હરાવશે.

આ પ્રકારની ચિમકી આપવા છતા તેને અવગણીને ભાજપ હાઈકમાન્ડે હાર્દીક પટેલને વિરમગામ બેઠક પરથી ટીકીટ આપવામાં આવી છે. આથી પાટીદાર હોદેદારો હાર્દીકને હરાવવા માટેની વ્યૂહરચનામાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે, જો હાર્દીક પટેલ જેવા તકવાદીને ટિકિટ આપવામાં આવી છે તો પછી જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા આનંદીબેન પટેલની મુખ્યમંત્રી પદથી શા માટે હટાવી દેવામાં આવ્યા? પાટીદાર મહિલાને મુખ્યમંત્રી પદ પરથી ખસેડતા શરમ ન આવી?

મળતી માહિતી અનુસાર, હાર્દીકના એક સમયના સાથીદારો દ્વારા પણ ચિમકી આપવામાં આવી છે કે, અમે હાર્દીક પટેલના વિરુદ્ધમાં વિરમગામમા પ્રચાર કરીશું. હાર્દીકને કારણે 14થી વધુ પાટીદારો શહીદ થયા હતા એ વાત તેને યાદ અપાવીશુ. “હું ક્યારેય રાજકારણમાં જઈશ નહી, તમારી પાસે મત માગવા નહી આવુ, બધા રાજકારણી જૂઠ્ઠા છે” એ પ્રકારની વાતો ખુદ હાર્દીક પટેલે જ કરી હતી તેની જાણકારી અમે આપીશુ.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *