આમ આદમી પાર્ટીના CM પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી કઈ બેઠક પરથી લડશે ચુંટણી- જાણો શું કરી સ્પષ્ટતા

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ની જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પક્ષો સોફે બાજી માટે પ્રચાર-પ્રસાર અને સભા ગુંજવવાનુ શરૂ કરી દીધું છે. ગુજરાત વિધનસભાની બેઠકોનો…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ની જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પક્ષો સોફે બાજી માટે પ્રચાર-પ્રસાર અને સભા ગુંજવવાનુ શરૂ કરી દીધું છે. ગુજરાત વિધનસભાની બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. ત્યારે હવે તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP) પૂરજોશમાં રાજકીય દાવેપેચ ખેલવા માટે તૈયાર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના નેતા અને AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી(Isudan Gadhvi)નું નિવેદન સામે આવ્યું છે.

ઈસુદાન ગઢવીનું નિવેદન આપતા જાણો શું કહ્યું?
AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પદે નામ જાહેર થયા બાદ ઇસુદાન ગઢવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, નાના ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતીઓની પીડા દૂર કરી શકું એટલી તાકાત ઈશ્વર આપે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, હું કર્મના સિદ્ધાંતમાં માનું છું અને રાજનીતિ મારો શોખ નથી પણ મારી મજબૂરી છે. તેમણે ઉમેરતા કહ્યું હતું કે, ખેડૂતનો અવાજ બનવાનો પ્રયાસ મે કર્યો છે અને મારું બધુ છોડીને જનતાની સેવા કરવા આવ્યો છું.

“પાર્ટી જ્યાથી કહેશે ત્યાથી ચૂંટણી લડવા તૈયાર”
આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઇસુદાન ગઢવીએ એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, AAPની સરકાર ખેડૂતો, યુવાનોની સરકાર હશે અને ખેડૂતો માટે અમે હંમેશા કામ કરીશુ. તેમણે વધુમાં જણાવતા કહ્યું છે કે, ભાજપ-કોંગ્રેસથી જનતા કંટાળી ચૂંકી છે. તેમણે જણાવ્યું કે, પાર્ટી જ્યાથી કહેશે ત્યાથી ચૂંટણી લડીશ.

ઇસુદાન ગઢવીના માતાએ જાણો શું કહ્યું:
ઈસુદાનના માતાએ જય માં મોગલ અને જય દ્વારકાધિશ કહીને જણાવ્યું હતું કે, માતાજી બધાને આશિર્વાદ આપે, બધા ભાઈઓ બહેનો તેને આશિર્વાદ આપજો. ઈસુદાનના પત્ની હિરલ ગઢવીએ જણાવતા કહ્યું હતું કે, બધા મહાનુભાવોને મારા પ્રણામ, ઈસુદાનજીને આટલી મોટી તક આપી છે ત્યારે બધાનો આભાર માનું છું. માં મોગલ અને દ્વારકાધીશ એમને આશીર્વાદ આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *