ગુજરાત(Gujarat): કોંગ્રેસ(Congress)ના રાષ્ટ્રીય નેતાને તેમની પત્નીએ રંગરેલિયા મનાવતા રંગે હાથે અડધી રાત્રે ઝડપી પાડવામાં આવતાહતા. જેનો વિડીયો(Video) સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થતા રાજકારણમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે હવે કોંગ્રેસી નેતા ભરત સિંહનો પતિ,પત્ની ઔર વોનો મામલો રસપ્રદ વળાંક લઇ રહ્યો છે.
કોંગ્રેસ નેતાની પ્રેમિકા રિદ્ધિ પરમાર તેમની પત્ની રેશમા પટેલ સામે પોલીસ ફરિયાદ પોલીસ સ્ટેશન પહોંચી ગઇ છે. શુક્રવારે રિદ્ધિએ રેશમા સહિત અન્યો સામે ઘરમાં ઘૂસીનો ધમાલ મચાવવાનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી છે. રિદ્ધિએ પોલીસ ફરિયામાં જણાવ્યું કે, આણંદ નજીક આવેલા મોતીકાકાની ચાલી પાસેની એક સોસાયટીમાં તેના ઘરમાં રેશમા પટેલ અને અન્ય લોકોએ 31 મે ના રોજ રાત્રિના સુમારે જબરજસ્તીથી ઘરમાં ઘૂસીને માર મારી વીડીયો ઉતારીને બદનામ કરવામાં આવી છે.
રિદ્ધિ પરમારે અરજીમાં જણાવ્યું છે કે, ગત 31 મી તારીખના રોજ રાત્રિના સુમારે ભરતસિંહ સોલંકી સામાજિક કામે તેમના ઘરે આવ્યા હતા ત્યારે લગભગ 10.30 વાગ્યાની આસપાસ રેશ્માબેન પટેલ દસ જેટલી વ્યક્તિઓ સાથે ઘરમાં ઘુસી ગયાં હતાં. ભરતસિંહ સોલંકી તેમજ મને માર મારીને બન્નેના વીડિયો મોબાઈલમાં ઉતાર્યા હતા. રેશ્માબેન પટેલે વાળ પકડીને લાફા માર્યા હતા, જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.
વધુમાં જણાવતા રિદ્ધિ પરમારે કહ્યું કે, રેશ્માબેન દ્વારા મારી ઓળખ છતી કરવા માટેનો સતત પ્રયાસ કરીને તે અંગેના વીડિયો મોબાઈલમાં ઉતરાવી લીધા હતા. જે અંગે આજે સાંજના સુમારે રિધ્ધિબેન પરમારે આણંદ શહેર પોલીસ મથકે આવીને રેશ્માબેન પટેલ અને તેમની સાથે આવેલા અજાણ્યા 10 જેટલા શખસો વિરૂદ્ધ જબરજસ્તીથી ઘરમાં ઘૂસીને તેને તથા ભરતસિંહ સોલંકીને માર મારીને તેમના વીડિયો ઉતારી બદનામ કર્યા અંગે લેખિત ફ્રિયાદ આપી હતી. પોલીસે આ ફ્રિયાદને આધારે તપાસ હાથ ધરી છે.
રિધ્ધિ પરમારના જણાવ્યા મુજબ, ભરતસિંહ સોલંકી સામાજીક કામે તેમના ઘરે આવ્યાં હતા. રેશ્માબેન પટેલ 5 થી 10 જેટલી વ્યક્તિઓ સાથે ઘરમાં ઘૂસી ગયા હતા અને ભરતસિંહ સોલંકી તેમજ મને માર મારીને બન્નેના વીડિયો મોબાઈલમાં ઉતાર્યા હતા. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર વાય. આર. ચૌહાણે જણાવ્યું હતું કે, તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.