એક મૉડેલે દાવો કર્યો છે કે તેના બ્રેસ્ટ સાઈઝના કારણે તેને ફ્લાઈટમાંથી બહાર કાઢી દેવામાં આવી હતી અને તેને મુસાફરી કરતા અટકાવવામાં આવી હતી. તેના દેખાવના કારણે આ કાર્યવાહી અંગે તેણે કહ્યું કે એરલાઈને તેને ‘અમાનવીય’ અનુભવ કરાવ્યો છે.
View this post on Instagram
31 મેના રોજ 25 વર્ષીય મેરી મેગડાલીન કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર યુએસએના ડલ્લાસ જવા માટે ફ્લાઇટ લેવા પહોંચી હતી. પરંતુ સિક્યોરિટી ક્લિયર કર્યા બાદ અને પ્લેનમાં ચઢ્યા બાદ તેને અમેરિકન એરલાઈન્સના પ્લેનમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું.
View this post on Instagram
મેરીએ જણાવ્યું કે, સ્ટાફે તેને કહ્યું કે હેડફોન ન લગાવવા અને ફ્લાઈટ એટેન્ડન્ટની સૂચનાઓનું પાલન ન કરવા બદલ તેની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ મેરીનું માનવું છે કે વાસ્તવમાં તેના સ્તનના કદના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મેરીએ લેગિંગ્સ અને સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી.
મેરીએ આ વિશે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે. તેણે લખ્યું – ‘દેખાવના કારણે મને પ્લેનમાંથી ફેંકી દેવામાં આવ્યો. કૃપા કરીને ભેદભાવ કરવાનું બંધ કરો. તમે લોકો નથી જાણતા કે આ સમયે હું કેટલી શરમજનક અને અમાનવીય અનુભવ કરું છું.’
View this post on Instagram
ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ મેરીએ એરલાઈન સામે કેસ દાખલ કરવાની વાત કરી છે. પરંતુ આજદિન સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે મેરીએ 1 કરોડ રૂપિયાથી વધુની કોસ્મેટિક સર્જરી કરાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.