1000 ગર્લફ્રેન્ડ સાથે ઐયાશી કરતા ધર્મગુરુને કોર્ટે ફટકારી 1075 વર્ષની જેલની સજા

મુસ્લિમ સંપ્રદાયના નેતા અદનાન ઓક્તારને તુર્કીના ઈસ્તાંબુલમાં અદાલતે 10 જુદા જુદા ગુના માટે 1075 વર્ષની જેલની સજા ફટકારી છે. વર્ષ 2018 માં, દેશભરમાં દરોડામાં ઓક્તારના…

મુસ્લિમ સંપ્રદાયના નેતા અદનાન ઓક્તારને તુર્કીના ઈસ્તાંબુલમાં અદાલતે 10 જુદા જુદા ગુના માટે 1075 વર્ષની જેલની સજા ફટકારી છે. વર્ષ 2018 માં, દેશભરમાં દરોડામાં ઓક્તારના ડઝનબંધ અનુયાયીની ધરપકડ કરવામાં આવી હતી. અદનાન ઓક્તાર લોકોને કટ્ટરપંથી વિશે પ્રચાર કરતો હતો, અદનાન પ્લાસ્ટિક સર્જરી કરાવેલી આ મહિલાઓ સાથે ટીવી શોમાં ડાન્સ કરતો હતો. તે દરેક સ્ત્રીઓને ‘બિલાડી’ કહીને બોલાવતો હતો.

હવે કોર્ટે અદનાન ઓક્તારને 1075 વર્ષની સજા સંભળાવી છે. અહેવાલ મુજબ અદનાન પર યૌન અપરાધો, સગીરોનું યૌન શોષણ, છેતરપિંડી અને રાજકીય અને લશ્કરી જાસૂસીના આરોપ છે. તમને જણાવી દઈએ કે લગભગ 236 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમાંથી 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

અદનાનના ઘરેથી 69 હજાર ગર્ભનિરોધક ગોળીઓ મળી
કોર્ટમાં સુનાવણી દરમિયાન અદનાન વિશે ઘણા રહસ્યો અને ભયાનક જાતીય ગુનાઓ સામે આવ્યા છે. ડિસેમ્બરમાં સુનાવણી દરમિયાન અદનાને જજને કહ્યું હતું કે તેની લગભગ 1000 ગર્લફ્રેન્ડ છે. તેણે કહ્યું હતું કે, ‘મારા હૃદયમાં મહિલાઓ પ્રત્યે પ્રેમ વધી રહ્યો છે અને પ્રેમ એ મનુષ્યની વિશેષતા છે. આ એક મુસ્લિમનો ગુણ છે.’ અન્ય એક પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘મારા માં પિતા બનવાની અસાધારણ ક્ષમતા છે.

એક મહિલાએ સુનાવણી દરમિયાન જણાવ્યું કે, અદનાને ઘણીવાર અનેક મહિલાઓનું યૌન શોષણ કર્યું. ઘણી મહિલાઓ પર બળજબરીથી દુષ્કર્મ પણ આચર્યું છે અને ગર્ભનિરોધક દવાઓનું સેવન કરવા દબાણ કરવામાં આવ્યું હતું. અદનાનના ઘરેથી 69 હજાર ગર્ભનિરોધક ગોળીઓ મળી આવી હતી.

જણાવી દઈએ કે અદનાન પહેલીવાર 1990ના દાયકામાં દુનિયાની સામે આવ્યો હતો. તે સમયે તે આવા સંપ્રદાયના નેતા હતા જે ઘણી વખત સે-ક્સ સ્કેન્ડલમાં ફસાયા હતા. તેનું એક ટીવી ચેનલે 2011 માં ઓનલાઈન પ્રસારણ પણ શરૂ કર્યું હતું, જેની તુર્કીના ધાર્મિક નેતાઓએ સખત નિંદા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *