ગુજરાત(Gujarat): આપણે સૌ જાણીએ છીએ કે, રાજ્યમા કાગળ પર જ દારૂબંધી છે અને સમગ્ર ગુજરાત મા દરેક જગ્યા એ દારૂ મળે છે અને જે આરોગ્ય સારું કરવાની જગ્યા છે એવી સ્મીમેર હોસ્પીટલમાં જ પુષ્કળ પ્રમાણમાં દારુ ની બોટલો જોવા મળતા હવે તંત્ર સામે અને સરકાર સામે પણ અનેક સવાલો થઇ રહ્યા છે.
View this post on Instagram
સુરત(Surat)ની સ્મીમેર હોસ્પિટલ(SMIMER Hospital) અવારનવાર કોઇને કોઇ કારણોસર વિવાદના કોકડામાં જ ગૂંચવાયેલી રહે છે. ત્યારે ફરી એક વાર હોસ્પિટલના પરિસરમાંથી દારૂની બોટલો મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલના ગાર્ડનમાં દારૂની ખાલી બોટલો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાથે હોસ્પિટલના તંત્ર પર પણ અનેક સવાલો ઉભા થયા છે. સ્મીમેર હોસ્પિટલની સિક્યુરિટી પર પણ અનેક પ્રકારના સવાલ ઉભા થઇ રહ્યા છે. હોસ્પિટલના ગાર્ડનમાંથી દારૂની ખાલી બોટલો મળી આવ્યાનો વિડીયો સામે આવતા ભારે હડકંપ મચી જવા પામ્યો છે.
આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 17ના કોર્પોરેટર રચના હિરપરાએ જણાવતા કહ્યું છે કે, હોસ્પિટલતો સ્વાસ્થ્યનું અને સારી સુવિધાઓનું મંદિર કહેવાય છે. મંદિરમાં આ પ્રકારનું કાર્ય થતું હોય એ જરા પણ ચલાવી લેવાય તેમ નથી. રાજ્યમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે. પરંતુ એ કેટલી સાર્થક થઇ રહી છે તે તો આપણે સૌ જાણીએ જ છીએ.
વધુમાં કહ્યું હતું કે, દારૂબંધીના લીરેલીરા સ્મીમેર હોસ્પિટલના ગાર્ડનમાં સરેઆમ ઊડી રહ્યા છે. પરંતુ સિક્યુરિટી દ્વારા પણ કોઈ કામ કરવામાં આવતું નથી.સિક્યુરિટીની જવાબદારી છે કે, આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય તો તેને રોકવામાં આવે. જે રીતે અહીં દારૂ પડ્યો છે. હોસ્પિટલની અંદર ગંદકીનું સામ્રાજ્ય ઉભું કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. લોકો માટે ઉપયોગમાં ન લઈ શકાય તે પ્રકારના શૌચાલયની સ્થિતિ જોવા મળી રહી છે.
જો કે, વારંવાર વિવાદમાં રહેતી સ્મીમેર હોસ્પિટલના ગાર્ડનમાંથી આ રીતે ખુલ્લેઆમ દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જેમ કે, આખરે આ હોસ્પિટલ સુધી દારૂની બોટલો આવી કેવી રીતે? શું હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા જ દારૂ પીવામાં આવ્યો છે? દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાંથી આખરે કેમ વારંવાર દારૂ મળી આવે છે? પોલીસ દ્વારા શા માટે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવતી નથી?
ગુજરાતમાં તો દારૂબંધી છે છતા કેમ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે? શું આમ થશે ગુજરાતમાં દારૂબંધી? ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છતા કેવી રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે? દારૂબંધીના નિયમના કેમ ઉડી રહ્યા છે લીરેલીરા?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
One Reply to “AAPના મહિલા કોર્પોરેટર જયારે સ્મીમેર હોસ્પિટલના પરિસરમાં પહોચ્યા, તો મળી આવી દારૂની ખાલી બોટલો”