દરરોજ જીમ અને કડક ડાયટ હોવા છતાં અચાનક યુવતીનું વજન વધવા લાગ્યું- ડોકટરે રીપોર્ટ કરીને જોયું તો પેટમાં…

આજના સમયમાં સ્થૂળતા એક મોટી સમસ્યા બની ગઈ છે. સ્થૂળતાને અનેક રોગોનું ઘર માનવામાં આવે છે. જેના કારણે હવે લોકો ફિટનેસ પ્રત્યે એકદમ સભાન બની…

આજના સમયમાં સ્થૂળતા એક મોટી સમસ્યા બની ગઈ છે. સ્થૂળતાને અનેક રોગોનું ઘર માનવામાં આવે છે. જેના કારણે હવે લોકો ફિટનેસ પ્રત્યે એકદમ સભાન બની ગયા છે. સ્થૂળતા ઘટાડવા માટે લોકો જીમથી લઈને ડાયટનો સહારો લે છે. પરંતુ જો આટલા પ્રયત્નો પછી પણ વજન ઓછું ન થઈ રહ્યું હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે. હાલમાં જ ચીનમાં રહેતી એક મહિલા સાથે આવું જ કંઈક થયું.

ઘણા પ્રયત્નો પછી પણ મહિલાનું વજન સતત વધી રહ્યું હતું. તેણીએ આહાર અને કસરત થી હાર માની લીધા પછી, ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું. ત્યાં ભયજનક સત્ય સામે આવ્યું.

પૂર્વ ચીનમાં રહેતી એક મહિલાના પેટમાંથી ડોક્ટરોએ લગભગ અગિયાર કિલોની ગાંઠ (ટ્યુમર) કાઢી. આ ગાંઠ મહિલાનું વજન સતત વધવાનું કારણ હતું. બહારથી મહિલાને એવું લાગતું હતું કે કદાચ આહાર કે કસરતના અભાવે તેનું વજન વધી રહ્યું છે. પરંતુ પેટની અંદર સમસ્યા વધી રહી હતી. તેનું પેટ પણ સતત ફૂલી રહ્યું હતું. જ્યારે તેણે ડોક્ટરોની સલાહ લીધી તો આ વાત સામે આવી. 2 જૂને ડોક્ટરોએ ટ્યૂમરને બહાર કાઢ્યું. આ ગાંઠ મહિલાના શરીરના અન્ય અંગોને પેટમાં નુકસાન પહોચાડી રહી હતી. હવે સર્જરી બાદ મહિલાની હાલત સ્થિર છે.

મહિલાની ઓળખ લીન તરીકે થઈ હતી. તે ચીનના જિયાંગસુ પ્રાંતની રહેવાસી છે. આખી જીંદગી, લીન સતત કસરત કરતી હતી અને પાતળી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી અચાનક તેનું વજન વધવા લાગ્યું. આ કારણે, તેણે તેની કસરતની તીવ્રતા વધારી. અને તેની ખાણીપીણીની આદતોમાં પણ ફેરફાર કર્યા. પરંતુ તેને આનું કોઈ પરિણામ જોવા મળ્યું નહીં. જ્યારે તમામ પ્રયત્નો નિરર્થક રહ્યા, ત્યારે લીને ડોકટરો પાસે જવાનું નક્કી કર્યું. જ્યાં તેને ભયજનક બાબતની જાણ થઈ હતી.

પેટમાં 11 કિલોની ગાંઠ વધી રહી હતી
હોસ્પિટલમાં ગયા પછી લિન સામે ભયજનક સત્ય બહાર આવ્યું. ત્યાં જાણવા મળ્યું કે તેના પેટમાં 18.1 ઇંચની ગાંઠ વધી રહી છે. આ મોટી ગાંઠ તેના પેટના અન્ય અંગોને નુકસાન પહોંચાડી રહી હતી. આ કારણોસર, ડોકટરોએ શક્ય તેટલી વહેલી તકે ગાંઠ દૂર કરવાનો નિર્ણય કર્યો. 2 જૂને ડોકટરોએ સર્જરી દ્વારા ગાંઠ કાઢી નાખી હતી. આ મામલા બાદ ડોક્ટરોએ લોકોને તેમના અચાનક વધી ગયેલા વજનની તપાસ કરાવવાની સલાહ આપી છે. દરેક વખતે ફક્ત ખોરાક કે જિમ-ડાઈટ જ પરિબળો નથી હોતા. આવી સમસ્યાને કારણે આગળ જતા જીવલેણ જોખમ થવાની શક્યતાઓ પણ વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *