આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આજકાલ લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દે છે. એવામાં વધુ એક આપઘાતના સમાચાર મળી આવ્યા છે. આજે પાટણ(Patan) શહેરના સિદ્ધિ સરોવર (Siddhi Sarovar)માંથી વધુ એક લાશ મળી છે. પાટણ શહેરનું સિદ્ધિ સરોવર સ્યુસાઇડ પોઇન્ટ બન્યુ હોય એમ ત્યાં અવાર નવાર આપઘાતના બનાવો બનતા હોય છે. ત્યારે સંખારી(Sankhari) ગામના આધેડની લાશ મળતા હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લોકોએ લાશ જોતા તંત્રને જાણ કરી:
પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં અનેક વાર લાશો મળી આવતી હોય છે. જાણે તે સ્યુસાઇડ પોઇન્ટ બન્યુ હોય. ત્યારે આજે વધુ એક આધેડે સુસાઇડ કરતા તેની લાશ કિનારે આવીને પડી હતી. જેની જાણ ત્યાના લોકોને થતા કોઈએ પાટણ પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. તેથી ફાયર વિભાગ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હતી.
લાશને બહાર કાઢ્યા બાદ તપાસ કરતા આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમાં આધેડ સંખારી ગામનો પરમાર પહેલાદ કુબેરભાઈહોવાનું જાણવા મળ્યું હતું. આ પછી પોલીસ દ્વારા લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી. આ અંગેની જાણ તેના પરિવારજનોને થતા પરિવારજનો દોડી આવ્યા હતા. જોકે સિદ્ધિ સરોવરમાં પડવાનું કારાણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
સરોવર ફરતે તારની સુરક્ષાની જરૂરી:
પાટણ શહેરના સિદ્ધી સરોવરમાં આ એક નહિ, પરંતુ અનેક વાર આપઘાતના બનાવો સામે આવ્યા છે. તેથી આ બનાવોને રોકવા પાલિકા દ્વારા સરોવર ફરતે ફેનસિંગ તાર વડે સુરક્ષા વધારવાની સાથે સરોવર ઉપર જરૂરી ચોકિયાતને ફરજ સોંપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.