છત્તીસગઢ(Chhattisgarh)માં ડ્રગ વિરોધી અભિયાન(Anti-drug campaign) અંતર્ગત એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહિયાં એક સાથે કેટલાય ટન ગાંજાને બાળી નાખવામાં આવ્યો હતો અને તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી. હકીકતમાં, બિલાસપુર(Bilaspur) પોલીસ રેન્જના પોલીસ સ્ટેશનોમાં નશા મુક્તિ અભિયાન હેઠળ જપ્ત કરાયેલા 12 ટન ગાંજાને શુક્રવારે પાવર પ્લાન્ટની ભઠ્ઠીમાં મૂકીને નાશ કરવામાં આવ્યો હતો, જેનાથી લગભગ 5 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું હતું.
દેશમાં ડ્રગ સળગાવીને વીજળી ઉત્પન્ન કરવાનો આ અનોખો કિસ્સો છે. ગાંજાની સાથોસાથ માદક દ્રવ્યોના નાશમાં નશીલા કફ સિરપના ઈન્જેક્શન અને ગોળીઓનો પણ નાશ કરવામાં આવ્યો હતો.
બિલાસપુર પોલીસ રેન્જના આઈજી રતનલાલ ડાંગીએ જણાવ્યું કે, 12 થી 26 જૂન સુધી આઝાદી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ ડીલરો સામેની કાર્યવાહી દરમિયાન ગાંજાના મોટા જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો. ડ્રગ જપ્ત કરવા માટે ડ્રગ ડિસ્પોઝલ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીએ નશીલા પદાર્થોની યાદી તૈયાર કરી તેનો પાવર પ્લાન્ટમાં નિકાલ કરવાનો નિર્ણય લેવાયો જેથી તેનો વીજળી તરીકે ઉપયોગ કરી શકાય.
મળતી માહિતી અનુસાર, બિલાસપુર રેન્જના તમામ પોલીસ સ્ટેશનોમાં જપ્તીના 553 કેસમાં 12.767 ટન ગાંજા, 13 નંગ છોડ, 8380 નંગ ગોળી, 11,220 નંગ કફ સિરપ, 897 નંગ કેપ્સ્યુલ અને 222 નંગ ઇન્જેક્શનનો પાવર પ્લાન્ટની ભઠ્ઠીમાં નાશ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.