ઉત્તરાખંડના હરિદ્વાર (Haridwar, Uttarakhand) થી એક શરમજનક ઘટના સામે આવી છે. જિલ્લાના રૂડકીમાં એક મહિલા અને તેની છ વર્ષની પુત્રી પર સામૂહિક દુષ્કર્મ થતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે રવિવારે જણાવ્યું કે એક વ્યક્તિ અને તેના મિત્રોએ કારમાં લિફ્ટ આપવાના બહાને સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા રાત્રે તેની છ વર્ષની પુત્રી સાથે ઘરે જઈ રહી હતી. ત્યારબાદ સોનુ નામના વ્યક્તિએ તેને ઘર સુધી લિફ્ટ આપવાની ઓફર કરી. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) પ્રમેન્દ્ર ડોભાલે જણાવ્યું કે, વ્યક્તિના કેટલાક મિત્રો પહેલાથી જ કારમાં બેઠા હતા. મહિલાએ આપેલી ફરિયાદ મુજબ, સોનુ અને તેના સાથીઓએ મહિલા અને તેની પુત્રી પર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું અને હવસ મિટાવી બંનેને નહેર પાસે ફેંકી દીધા.
મધરાતે મહિલાએ ફરિયાદ નોંધાવી
મધ્યરાત્રિએ મહિલા કોઈક રીતે પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા એ કહી શકી નથી કે કારમાં કેટલા પુરુષો હાજર હતા. તે કારના ડ્રાઈવરનું નામ જ જાણતી હતી, મહિલાના જણાવ્યા અનુસાર તેનું નામ સોનુ હતું.
પોલીસે જણાવ્યું હતું કે પીડિત માતા અને પુત્રી બંનેને રૂરકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની તબીબી તપાસમાં સામુહિક દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી. પોલીસે કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની શોધ શરૂ કરવામાં આવી છે, પરંતુ તેઓ હજુ સુધી શોધી શક્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.