અકસ્માતનો LIVE વિડીયો: કાર ચાલકની બેદરકારીના કારણે બાઈક સવાર યુવકોને દેખાયા યમરાજ -જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં અકસ્માત (Accident)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. અકસ્માતને કારણે કેટલાય નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રન (Hit and run)ની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સુરતના જીલાણી બ્રિજ(Jilani Bridge) નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે અડધા રસ્તે કોઈ જ સિગ્નલ આપ્યા વગર ટર્ન લીધો હતો. જેના કારણે પાછળથી ફૂલ સ્પીડમાં આવતું બાઈક અથડાયું હતું. હાલ આ અંગે પોલીસ દ્વારા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાર ચાલકની બેદરકારી:
આ ગમખ્વાર અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. મળતી માહિતી અનુસાર, જીલાણી બ્રિજના છેડે બાઈક સવાર કિશન ઉર્ફે ચિંતન સંજય રાઠોડ તથા તેનો મિત્ર વિશાલ મિતેશ બંને મીત્રો સ્પલેન્ડર લઈને આવી રહ્યાં હતા. આ દરમિયાન કાર ચાલકે સાઈડ લાઈટ કે કોઈ સિગ્નલ દર્શાવ્યા વગર જ કારને ડાબી બાજુ ટર્ન લીધો હતો.

જેથી બાઈક પરના બન્ને મિત્રો ધડાકાભેર કાર સાથે અથડાયા બાદ નીચે પટકાયા હતાં. જેથી બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કિશન હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. બંનેને મોતના ખુબ જ નજીકથી દર્શન થયા હતા. ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માત CCTVમાં કેદ:
આ સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જેમાં બાઈક સવાર પાછળથી આવીને ગોલ્ડન કલરની કાર સાથે અથડાઈ છે. કાર ચાલકની ભૂલના કારણે પાછળથી આવતા બાઈક સવારોને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ રાંદેર પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ કાર ચાલકને શોધી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *