અકસ્માત (Accident)ની વધી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, અંબાજી (Ambaji)ના દર્શન કરી વતન પરત તારાપુર (Tarapur)ના પાંચ યુવકોની કારને પાલનપુર-મહેસાણા હાઈવે(Palanpur-Mehsana Highway) સ્થિત વડગામ(Vadgam) તાલુકાના છાપી નજીક અધુરીયા પુલ પાસે શનિવાર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ જણાંના મોત નીપજ્યાં હતા, જ્યારે બે જણાંને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વાસ્તવમાં, પંકજભાઈ કાનજીભાઈ ડોસીયાર તેમનો ભત્રીજો હર્ષદભાઈ ભાણાભાઈ ડોસીયાર તેઓ તારાપુર તાલુકાના કાનાવાડા ગામના રહેવાસી છે. તેમજ સોજિત્રા તાલુકાના દેવાતજ ગામના રહેવાસી પંકજભાઈના મિત્રો હિતેન્દ્ર દિલીપસિંહ સીસોદીયા, આ ઉપરાંત અનિલ વિરજીભાઈ ડોસીયાર, કમલેશ ખોડાભાઈ ડોસીયાર બંને તારાપુર તાલુકાના કાનાવાડાના રહેવાસી છે. આ દરેક ભેગા મળીને અંબાજી માતાજીની માનતા પૂર્ણ કરવા ગયા હતા. દર્શન કરી પરત ફરતી વખતે તેઓને આ અકસ્માત નડ્યો હતો.
જાણવા મળ્યું છે કે, અંબાજી માતાજીની માનતા પૂર્ણ કરી પાંચેય મિત્રો કારમાં પરત ફરી રહ્યા હતા. આ સમયે પાલનપુર -મહેસાણા હાઇવે ઉપર આવેલા છાપી નજીક અધુરીયા પુલ પાસે ગેસના સિલિન્ડર ભરેલા બે ટ્રકોએ કારને ટક્કર મારતા કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેને પગલે કારમાં સવાર કાકા-ભત્રીજા અને મિત્ર હિતેન્દ્રનું મોત નીપજ્યું હતું. જ્યારે બાકીના બેને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક પણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, પાંચેય જણાં દર્શનાર્થે નીકળ્યા હતા ત્યારે કારમાં લીધેલી બે મિત્ર હિતેન્દ્ર અને પંકજની સેલ્ફી અંતિમ બની ગઈ હતી. બંને મિત્રોએ તેમના સ્ટેટસમાં પણ મૂકી હતી. પંકજભાઈ અને તેમનો મિત્ર હિતેન્દ્રભાઈ બંને પરણિત છે. પંકજભાઈને પાંચ વર્ષની જેન્સી અને બે વર્ષની માહિરા નામે પુત્રીઓ છે. જ્યારે હિતેન્દ્રભાઈને બે પુત્ર છે. જ્યારે મૃતક હર્ષદ અપરણિત છે. ઘટનાને પગલે તેમના પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.