મહારાષ્ટ્રના(Maharashtra) પુણેમાં(Pune) પોલીસે 24 વર્ષીય યુવક વિરુદ્ધ સગીર છોકરી પર દુષ્કર્મ કરીને તેને ગર્ભવતી બનાવવાનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે યુવક અને સગીર બાળકી ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્ર બન્યા હતા. બંને ફોન અને મેસેજ પર વાત કરીને પ્રેમમાં પડ્યા હતા. પછી બંને અવારનવાર બહાર મળવા લાગ્યા. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાતા યુવતી ગર્ભવતી બની હતી.
સગીર બાળકીએ આ અંગે ભારતી વિદ્યાપીઠ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. માતાએ જણાવ્યું કે આરોપી છેલ્લા 7 મહિનાથી બાળકીનું શારીરિક શોષણ કરી રહ્યો છે. તેણે જામ્ભુલવાડીની હોટલ અને ઘરમાં ઘણી વખત બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેના કારણે બાળકી ગર્ભવતી બની છે.
પોલીસ અધિકારી સંગીતા યાદવે જણાવ્યું કે, પીડિતાની માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીનું નામ આકાશ છે, જે વ્યવસાયે ફોટોગ્રાફર છે અને તે સિંહગઢ રોડ વિસ્તારની ઈંગલે કોલોનીમાં રહે છે.
અગાઉ પુણેમાં 11 વર્ષની બાળકીને વીસ રૂપિયાની લાલચ આપીને દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. પોલીસે પોક્સો(POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ મયુર તરીકે થઈ હતી. આરોપી પીડિતાના ઘરની પડોશમાં રહે છે. ઘરમાં કોઈ ન મળતા તેણે પહેલા યુવતીની છેડતી કરી હતી. ત્યારબાદ 20 રૂપિયાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે જણાવ્યું કે આરોપીએ યુવતી સાથે ઘણી વખત દુષ્કર્મ આચર્યું હતું. એક દિવસ જ્યારે છોકરીને અચાનક પેટમાં દુખાવો થવા લાગ્યો ત્યારે તેણે આખી વાત તેની માતાને જણાવી. પીડિતાના પરિવારજનોએ આ ઘટના અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. સગીર બાળકીનું મેડિકલ કરવામાં આવ્યું હતું જેમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.