CM, CR સહિત આખી ગુજરાત સરકારના સુરતમાં ધામા – પાટીલે કહ્યું: “ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાતને વધુ ફાયદો થયો”

ગુજરાત(GUJARAT): ગુજરાત ભાજપ સરકારના દરેક નેતા અને કાર્યકરોની સુરતમાં પ્રથમ વખત પ્રદેશ ભાજપ કારોબારી બેઠક યોજવામાં આવી હતી. કારોબારીમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત નાના-મોટા 1000 જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ગુજરાતભરમાંથી તમામ સિનયર નેતાઓ પણ કારોબારીમાં પહોંચ્યા છે.

રાજ્યમાં યોગનારી આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખીને ભાજપ વધુમાં વધુ બેઠક મેળવવા માટે હવે સક્રિય થઇ ગઈ છે. રાજકીય હરિફો આપ અને કોંગ્રેસને હરાવવા માટે ભાજપ તમામ મોરચે પ્રયાસો કરી રહી છે. અગામી ચુંટણી ભાજપ દ્વારા વિધાનસભામાં 150 બેઠક મેળવવાની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. કારોબારી બેઠકમાં CR પાટીલે સંબોધન કરતા કહ્યું કે, ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાત ને ફાયદો વધુ થયો છે.

આદિવાસી વિસ્તારોમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત અને નવસારીના 325 કાર્યકર્તાઓ સંપર્ક કરવા માટે જવાના છે, જ્યાં તેઓ આદિવાસી વિસ્તારના લોકોનો સંપર્ક કરશે અને આદિવાસી ગૌરવ અભિયાન વિષયને લઈને 13 તારીખ સુધી ગુજરાતભરના 15 જિલ્લાઓની આદિવાસી વસ્તીઓની મુલાકાત લેવા જય રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજના બનાવી, જેનો લાભ સૌને મળે તેવા પણ પ્રયાસ કર્યા છે, ત્યારે આદિવાસી સમાજના 5 ધારાસભ્યને રાજ્ય સરકારમાં સ્થાન મળ્યું છે. તેવામાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર પણ આગામી તા. 13 જૂલાઇએ ગુજરાત આવી 15 જિલ્લામાં પ્રવાસ કરશે. સાથે જ ભાજપ 10 જુલાઈથી ગૌરવ અભિયાન પણ શરૂ કરવા જઈ રહ્યું છે.

સુરતમાં કારોબારીની આયોજન થતાં સુરતના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આજરોજ સરસાણા ખાતે પ્રદેશ કારોબારીની ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના મોટાભાગના હોદ્દેદારો સિનિયર નેતાઓ કારોબારીમાં ભાગ લેશે. કારોબારીનો મુખ્ય એજન્ડા પેજ કમિટી થકી ઘર-ઘર સુધી પહોંચવાનો છે. આમ આદમી પાર્ટી નવી હોવાને કારણે ભાજપને ટક્કર આપી શકે તેવી શક્યતા રહેલી છે. બીજી તરફ કોંગ્રેસ વર્ષોથી સત્તામાં ન હોવાને કારણે સંગઠનની રીતે ખૂબ જ નબળું છે. જેનો સંપૂર્ણ લાભ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી લેવા માટે પ્રયાસ કરી રહી છે.

CR પાટીલે પ્રદેશ કારોબારીમાં હાજર ભાજપના તમામ હોદ્દેદારોને આગામી વિધાનસભામાં કયા મુદ્દાને લઈને આગળ વધવાનું છે તેનું માર્ગદર્શન આપ્યું. તેમજ અન્ય સિનિયર નેતાઓ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કઈ રીતે લોકો સુધી પહોંચવા પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડશે.

કારોબારી માટે સુરત શહેર જ કેમ પસંદ કરવામાં આવ્યું તેને લઈને પણ ખૂબ ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ બાદ ગુજરાતની અંદર રાજકીય હરીફ તરીકે આમ આદમી પાર્ટીનો ઉદભવ થયો છે. સુરત એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન ભાજપના પરંપરાગત મતદારો સૌરાષ્ટ્રવાસીઓએ આમ આદમી પાર્ટી તરફ મતદાન કરીને સૌને ચોંકાવી દીધા હતા. કદાચ ભાજપનું સંગઠન પહેલી વખત લોકોનો મિજાજ જાણવામાં નિષ્ફળ થયું હોય તેવું માની શકાય. જો આમ આદમી પાર્ટી સુરત શહેરની અંદર પાટીદાર મતદારો ધરાવતી બેઠકો ઉપર ફરી એક વખત જો આકર્ષવામાં સફળ થાય તો ભાજપને માત્ર સુરતમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ મોટું નુકસાન થઈ શકે છે તેમાં કોઈ બેમત નથી.

મતદાર આપ તરફ ન જાય તેને રોકવાની સૌથી મોટી ચેલેન્જ
પ્રદેશ અધ્યક્ષ દ્વારા સતત સુરત શહેરની અંદર આમ આદમી પાર્ટીને કેવી રીતે વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ આપી તેને લઈને સમયાંતરે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટી સુરત કોર્પોરેશનમાં જે રીતે પ્રજાના પ્રશ્નોને સામે લાવવામાં સફળ થઇ છે તેને કારણે આમ આદમી પાર્ટીનો એક વર્ગ ચોક્કસ સુરતમાં ઉભો થયો છે. આ મતદાર આપ તરફ ન જાય તેને રોકવાની સૌથી મોટી ચેલેન્જ ભાજપ માટે છે.

આપને એક પણ બેઠક ન મળે તેવી સ્થિતિ ઊભી કરી દેવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ તેને લાભ થઈ શકે નહીં. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. જેથી એ ચોક્કસ છે કે સુરત શહેરની વિધાનસભાની ચાર બેઠકો પૈકી એક પણ બેઠક ઉપર કોંગ્રેસને સફળતા મળે એવી કોઈ સ્થિતિ દેખાતી નથી. તેથી હવે ભારતીય જનતા પાર્ટી માટે માત્ર આમ આદમી પાર્ટીને જ રોકવાનું લક્ષ્ય છે. અને આ કામ જો સુરતમાં સારી રીતે થાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં 150બેઠકો હાંસલ કરવાનું ભાજપ માટે મુશ્કેલ રહેશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *